આજનો જીવન મંત્ર:થોડાં લોકો અહંકારના કારણે હકીકતને માનતાં નથી, પોતાના પરાજયનો સ્વીકાર કરતાં નથી

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • મહાભારતના છેલ્લાં સમયે દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું કે, હું યુદ્ધ કરવા માંગતો નથી, હું તમને આખું રાજ્ય સોંપી રહ્યો છું

વાર્તા- મહાભારત યુદ્ધના 18માં દિવસે દુર્યોધન મેદાન છોડીને ભાગી ગયો હતો. તે એક કાદવથી ભરેલાં તળાવમાં સંતાઇ ગયો. થોડાં સમયમાં જ પાંડવોએ તેને શોધી લીધો. યુધિષ્ઠિરે દુર્યોધનને તળાવમાંથી બહાર આવીને યુદ્ધ કરવા માટે કહ્યું.

દુર્યોધન બહાર આવ્યો અને તેણે કહ્યું, યુધિષ્ઠિર, હવે હું યુદ્ધ કરવા માંગતો નથી. તમે મારી પાસે પૃથ્વી ઇચ્છતાં હતાં, મારો રાજપાઠ ઇચ્છતાં હતાં, હવે આ બધું તમારું છે, તમે હવે રાજ કરો.

યુધિષ્ઠિરે કહ્યું, હવે તારી પાસે બાકી જ શું રહ્યું છે, જે તું મને સોંપી રહ્યો છે. પોતાની ગેરસમજ દૂર કરો, હવે તારી પાસે કશું જ નથી. તારી પાસે માત્ર તારા પ્રાણ જ રહ્યા છે, તે અમે લેવા આવ્યાં છીએ.

દુર્યોધન કહે છે, મારા ભાઈ, મિત્ર, સંબંધી બધા મૃત્યુ પામ્યા છે. હવે મારી જીવવાની ઇચ્છા નથી. મારા મનમાં વૈરાગ્ય જાગી ગયું છે. હું સાધુ બનીને રહેવાનું ઇચ્છું છું. તમે આ રાજપાઠ લઇ લો.

શ્રીકૃષ્ણ પણ ત્યાં જ ઊભા હતાં. તેમણે કહ્યું, હવે તો અવગુણોનો સાથ છોડો. હવે તો હકીકતનો સામનો કરો. જો, સંજોગ બદલાઇ ગયાં છે. દુનિયાભરના ખરાબ કામ કર્યા પછી હવે સાધુની ભાષા બોલી રહ્યો છે. યુદ્ધ તે શરૂ કર્યું હતું તો હવે તું યુદ્ધથી ભાગી શકે નહીં. યુદ્ધ કરો.

તે પછી ભીમ અને દુર્યોધનનું યુદ્ધ થયું, જેમાં દુર્યોધન મૃત્યુ પામ્યો.

બોધપાઠ- વાસ્તવિકતાનો યોગ્ય સામનો કરવો જોઇએ. થોડાં લોકો પોતાનો પરાજય સ્વીકાર કરવા માટે તૈયાર હોતા નથી, આવા લોકો એ માનતાં નથી કે તેમના ખરાબ કાર્યોનનું પરિણામ આવી ગયું છે. જો વ્યક્તિ પરિસ્થિતિને અહંકારના કારણે સ્વીકાર કરતાં નથી તો તે એક અન્ય ભૂલ છે. આ ભૂલથી બચવું જોઇએ.