આજનો જીવનમંત્ર:પરિવારમાં કોઈ સભ્ય પાસે કામ કરાવવાનું હોય તો તેમની ઉંમર અને તેમના પદને ધ્યાનમાં રાખવું જોઈએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

મહાભારતમાં કુંતીને વરદાનમાં એક ખાસ મંત્ર મળ્યો હતો. આ મંત્રના જાપથી કુંતી જે દેવતાનું આવાહન કરતી હતી, તે દેવતા પુત્ર બનીને પ્રગટ થઈ જતા હતાં. રાજા પાંડુ સંતાન પેદા કરવા માટે યોગ્ય હતાં નહીં. એક દિવસ પાંડુએ કુંતીએ કહ્યું, તમે મંત્ર જાપથી દેવતાઓનું આવાહન કરશો તો તમારે ગર્ભમાંથી દેવતા પુત્ર બનીને જન્મ લેશે.

પાંડુની વાત માનીને કુંતીએ દેવતાઓનું આવાહન કર્યું. તેમને ત્રણ પુત્ર થયાં. ધર્મની કૃપાથી યુધિષ્ઠિર, વાયુદેવ દ્વારા ભીમ અને ઇન્દ્ર દ્વારા અર્જુનનો જન્મ થયો.

પાંડુની નાની રાણીનું નામ માદ્રી હતું. કુંતીના બાળક થવાથી માદ્રી દુઃખી થઇ ગઈ. તેણે પોતાના પતિને કહ્યું, કુંતીના ત્રણ પુત્ર થયા, ગાંધારીના સો પુત્ર છે. મારું મન દુઃખી છે. હું પણ સંતાન મેળવવા ઇચ્છું છું, પરંતુ હું કુંતીને આ વાત કહી શકીશ નહીં. હું જાણું છું કે તે ખૂબ જ દયાળું છે. તમે સંતાન ઉત્પન્ન કરી શકતાં નથી એટલે હું ઇચ્છું છું કે તમે કુંતીને કહો. હું તેને કહીશ તો લગભગ તેને આ વાત ગમશે નહીં. મારું આ કામ તમે કરી આપો.

પાંડુએ એકાંતમાં કુંતીને કહ્યું, માદ્રીનું પણ મન છે કે તેને સંતાન સુખ મળે.

આ વાત સાંભળીને કુંતી તરત તૈયાર થઈ ગઈ. કુંતીએ તે મંત્ર માદ્રીને પણ જણાવ્યો. માદ્રીએ મંત્ર જાપ કરીને અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું. અશ્વિની કુમારોની કૃપાથી માદ્રીના ગર્ભથી જોડિયા બાળકો નકુલ અને સહદેવનો જન્મ થયો.

કુંતીએ પાંડુને કહ્યું, મને આ વાત ખૂબ જ ગમી કે માદ્રી જે મારી પાસે કરાવવા ઇચ્છતી હતી, તેના માટે તેણે પરિવારની વ્યવસ્થાનું પાલન કર્યું. જો તે મને આ વાત જણાવતી તો તમને કદાચ ગમ્યું ન હોત, પરંતુ તેણે તમારા માધ્યમથી આ વાત કહી.

બોધપાઠ- આ કિસ્સાથી આપણને બોધપાઠ મળે છે કે પરિવારમાં વિવિધ ઉંમર અને પદના લોકો રહે છે. આપણે બધાનું માન-સન્માન કરવું જોઈએ. જ્યારે કોઈ સભ્ય પાસે કશું કામ કરાવવાનું હોય ત્યારે આપણે મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. માદ્રીએ પાંડુની મદદ લઇને કુંતી પાસે કામ કરાવ્યું ત્યારે કુંતીને પણ ગમ્યું. ઘરમાં પોતાની વાત યોગ્ય રીતે રાખવી જોઈએ.