આજનો જીવનમંત્ર:બાળપણ નાદાન હોવું જોઈએ; પોતાના બાળકોને એવી વાતોથી દૂર રાખો, જેના દ્વારા વાસના જાગે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- બ્રહ્માજીની માનસ પુત્રી સંધ્યા ઘોર તપ કરી રહી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને શિજી પ્રગટ થયાં. શિજીએ સંધ્યાને કહ્યું, દેવી તમે ખૂબ જ અદભૂત તપ કર્યું છે. હવે જ્યારે હું પ્રગટ થયો છું ત્યારે મારે તમને વરદાન આપવાનું રહેશે. હું ઇચ્છું છું કે તમે વર માગી લો અને મને મુક્ત કરો.

સંધ્યાએ કહ્યું, તમારા દર્શન થઈ ગયાં છે. તમે વર આપવા ઇચ્છો છો તો હું તમારી પાસે કશું જ માગવા ઇચ્છતિ નથી, પરંતુ મારું એક નિવેદન છે કે વ્યક્તિનો જન્મ થાય તો કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચાર દુર્ગુણ તેને ઘેરી લે છે. તમે કોઈ એવો આશીર્વાદ આપો કે વ્યક્તિને બાળ અવસ્થામાં કામ નામનો દુર્ગુણ હેરાન કરે નહીં.

શિવજી આ વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું, સંધ્યા, તમને ખૂબ જ મોટી વાત માગી લીધી છે અને હું તમને વરદાન આપું છું કે મનુષ્યને બાળપણમાં કામ પરેશાન કરશે નહીં. થોડી પરિસ્થિતિઓમાં બાળપણ જતી સમયે અને કિશોરાવસ્થા આવતી સમયે કામવાસના જાગી શકે છે, પરંતુ બાળપણ કામથી મુક્ત રહેશે.

આ વરદાન આપીને શિવજી જતાં રહ્યાં. તે સમયે સંધ્યાએ જે વરદાન માગ્યું, માનવતા આજે પણ તેનું તરફેણ કરી રહી છે, કેમ કે એક બાળકમાં ચાર અવગુણોમાંથી ત્રણ અવગુણ ક્રોધ, લોભ અને મોહ તો હોય જ છે, પરંતુ કામ હોતું નથી. જો સંધ્યાએ વરદાન માગ્યું ન હોત તો બાળપણથી જ કામવાસના જાગી જાય અને વિચારો મનુષ્યનું જીવન કેવું થઈ જાય.

બોધપાઠ- બાળપણની સરળતા તેમાં જ છે કે તે કામ મુક્ત રહે અને તેને વાસનાથી દૂર રાખવામાં આવે. આજે એવી પરિસ્થિતિ બની ગઈ છે કે ઘણી નાની ઉંમરમાં જ બાળકોમાં કામવાસના જાગી જાય છે. માતા-પિતાની કોશિશ હોવી જોઈએ કે બાળકો ખરાબ વાતોથી દૂર રહે. તેમને સુખ-સુવિધાઓ સાથે જ સારા સંસ્કાર પણ આપો.