આજનો જીવનમંત્ર:જન્મ લીધો છે તો મૃત્યુ પણ આવશે અને એકલાં જ જવું પડશે, એટલે લાલચ અને મોહથી બચવું

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દ્વાપર યુગમાં એક દિવસ બ્રહ્માજી અને શિવજી શ્રીકૃષ્ણ પાસે પહોંચ્યાં અને કહ્યું, હવે તમે તમારી લીલાને અહીં જ છોડી દો અને વૈકુંઠ આવી જાવ જે તમારું ધામ છે

શ્રીકૃષ્ણના કાકાના દીકરા અને પરમ વિદ્વાન ઉદ્ધવ હતાં. જ્યારથી શ્રીકૃષ્ણ મથુરા આવ્યાં હતાં, ઉદ્ધવ હંમેશાં તેમની સાથે જ રહ્યાં. શ્રીકૃષ્ણ પણ ઉદ્ધવને ખૂબ જ સન્માન આપતાં હતાં. ઉદ્ધવ એવું માનતા હતાં કે તેમણે આખું જીવન કૃષ્ણ સાથે જ રહેવાનું છે.

શ્રીકૃષ્ણ અવતારનો અંતિમ સમય આવી ગયો ત્યારે એક દિવસ તેમણે ઉદ્ધવને કહ્યું, ચાલો મારી સાથે ફરવા.

ઉદ્ધવ બોલ્યાં, આપણે તો ફરવા જઈએ જ છીએ, પરંતુ આજે કઈંક ખાસ વાત છે. તમે અલગ દેખાઈ રહ્યા છો.

શ્રીકૃષ્ણએ કહ્યું, આજે ફરવા જઈશું તો પાછા ફરીને આવીશું નહીં. ઉદ્ધવ મારા દેવલોક ગમનનો સમય આવી ગયો છે. હું આ સંસારને છોડીને જતો રહીશ.

ઉદ્ધવે શ્રીકૃષ્ણનો હાથ પકડ્યો અને કહ્યું, આવું ન કહેશો. જો તમે આ સંસાર છોડીને જતાં રહ્યા તો હું પણ તમારી સાથે આવીશ.

શ્રીકૃષ્ણએ કહ્યું, શું તમે મારી સાથે આવ્યાં હતા કે મારી સાથે જવાની વાત કરી રહ્યા છો?

ઉદ્ધવર ખૂબ જ સમજદાર હતાં, તેઓને શ્રીકૃષ્ણની વાત સમજાઈ ગઈ.

બોધપાઠ- આ વાર્તાનો સંદેશ એ છે કે જેમનો જન્મ થયો છે, તેમનું મૃત્યુ પણ જરૂર થશે. આ દુનિયમાં એકલાં જ આવવું પડે છે અને એકલું જ જવાનું હોય છે. આપણાં સંબંધ દુનિયાદરી અસ્થાઈ છે. એટલે લાલચ અને મોહથી બચવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં એવું માની લેવું જોઈએ કે અત્યાર સુધીનું જીવન ખૂબ જ સારું રહ્યું છે. હવે જે પણ છે, તેને છોડીને જવાનું છે. આ વાત ધ્યાન રાખશો તો અંતિમ સમયમાં પણ મન શાંત રહેશે.