• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Lord Krishna Lesson, Krishna And Arjun Story, Subhadra And Arjun Marriage

આજનો જીવનમંત્ર:લગ્નના સંબંધ અસ્થાયી હોતા નથી, સંતાનનો સંબંધ નક્કી કરતી સમયે આ વાતો ચોક્કસ ધ્યાન રાખો

17 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

શ્રીકૃષ્ણ અને બલરામની બહેનનું નામ સુભદ્રા હતું. બલરામ ઇચ્છતા હતા કે સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે થાય. જ્યારે સુભદ્રા દુર્યોધન સાથે નહીં, અર્જુન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી.

શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું, તમે સુભદ્રા સાથે લગ્ન કરી લો. તે પછી અર્જુને સુભદ્રાનું અપહરણ કરી લીધું. તે સમયે યદુવંશીઓની સભા ચાલી રહી હતી અને તેમને સૂચના મળી ગઈ કે અર્જુને સુભદ્રાનું અપહરણ કરી લીધું છે.

આ વાત સાંભળીને બલરામ ગુસ્સે થઈ ગયાં. બલરામે યદુવંશીઓને આદેશ આપ્યો કે યુદ્ધની તૈયારી કરવામાં આવે. અર્જુન પણ એક યોદ્ધા છે, તેમની સાથે યુદ્ધ સરળ રહેશે નહીં. બધા યદુવંશીઓએ યુદ્ધની તૈયારી કરી લીધી.

બલરામે જોયું કે બધા યુદ્ધની તૈયારીમાં જોડાયેલાં છે અને કૃષ્ણ ચૂપચાપ બેઠા છે. બલરામે પૂછ્યું, કૃષ્ણ તમે ચૂપ કેમ બેઠા છો? તમારા કહેવાથી જ અમે અર્જુનનો સત્કાર કર્યો હતો.

બલરામ સમજી ગયા કે કૃષ્ણ ચૂપ છે તો તેની પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે. શ્રીકૃષ્ણએ કહ્યું, તમે બધા લોકો આ સમયે આવેશમાં છો. અર્જુનને મારવા ઇચ્છો છો તો શું તમારી બહેનને વિધવા બનાવશો. અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કુંતી પુત્રને કોણ સંબંધી નહીં બનાવે? મોટા ભાઈ ધ્યાન રાખો, આપણાં પરિવારના યુવાન સભ્યોના લગ્નનો નિર્ણય માત્ર વર્તમાન જોઈને લેવો જોઈએ નહીં. તેમાં ભૂતકાળ સાથે જ ભવિષ્ય પણ જોવું જોઈએ. હું જોઈ શકું છું કે દુર્યોધનનું ભવિષ્ય અહંકારમાં છે અને અર્જુનનું ભવિષ્ય ઉજ્જવળ છે. તે તમારે પણ જોવું જોઈએ. આ સમયે અર્જુન પાસે મારો જ રથ છે. મારા જ અદભૂત ઘોડા છે. તેમની સાથે યુદ્ધ કરવું સરળ નથી. આપણે તો તેમનું સ્વાગત કરવું જોઈએ કે આપણી બહેને એક યોગ્ય વ્યક્તિને જીવનસાથી બનાવ્યો છે.

શ્રીકૃષ્ણની પ્રભાવશાળી વાત સાંભળીને બધા નતમસ્તક થઈ ગયા અને અર્જુનનો સન્માન સાથે સ્વીકાર કર્યો.

બોધપાઠ- આ કિસ્સામાં શ્રીકૃષ્ણએ બોધપાઠ આપ્યો છે કે આપણાં ઘર-પરિવારમાં જ્યારે કોઈ સભ્યનો સંબંધ નક્કી કરવામાં આવે ત્યારે યુવક અથવા યુવતીના વર્તમાન સાથે જ વિતેલાં સમય અને ભવિષ્યની શક્યતાઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.