આજનો જીવનમંત્ર:મહિલા હોય કે પુરૂષ, ખરાબ નીયતથી કામ કરશો તો ભગવાન સજા ચોક્કસ આપશે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દ્વાપર યુગમાં પૃથ્વી ઉપર રાક્ષસોનો અત્યાચાર ખૂબ જ વધી ગયો હતો. તે સમયે શ્રીકૃષ્ણ અવતાર થયો, જેથી પૃથ્વીને રાક્ષસોથી બચાવી શકાય અને લોકોના જીવનમાં સુખ-શાંતિ આવે. શ્રીકૃષ્ણએ પોતાના જન્મ પછી રાક્ષસોના વધની શરૂઆત એક સ્ત્રીને મારીને કરી હતી. અનેક લોકો માટે આ આશ્ચર્યની વાત હતી.

નંદ મહેલમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. ગોકુળના લોકો ખૂબ જ આનંદમાં હતાં. યશોદાજી બાળકૃષ્ણને પારણામાં સૂવડાવીને અન્ય કાર્યોમાં વ્યસ્ત થઈ ગયાં. જોકે, ઉત્સવનું વાતાવરણ હતું એટલે નંદ મહેલમાં બધા પોત-પોતાના કાર્યોમાં મગ્ન હતાં. કોઈનું પણ ધ્યાન બાળક કૃષ્ણ તરફ હતું નહીં.

તે સમયે કંસે પોતાની એક રાક્ષસી પૂતનાને નંદ મહેલમાં મોકલી હતી, કેમ કે તેને શંકા હતી કે નંદના ઘરે જે બાળક છે, તે જ તેનો વધ કરશે. કંસે પૂતનાને આદેશ આપ્યો હતો કે તે બાળકને મારી નાખે.

પૂતના એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને નંદ મહેલ પહોંચી હતી. બધા તેને જોઈને વિચારી રહ્યા હતા કે તે કોઈ સંપન્ન પરિવારની મહિલા છે. એટલે તેણે કોઈએ રોકી નહીં. બધા લોકો વ્યસ્ત હતાં એટલે પૂતનાએ બાળક કૃષ્ણને હાથમાં લીધાં.

પૂતનાએ પોતાના સ્તન ઉપર વિષ લગાવી લીધું. તેણે વિચાર્યું કે બાળક આ દૂધનું સેવન કરશે અને મરી જશે. કૃષ્ણ પૂતનાની યોજના સમજી ગયા હતાં. તેમણે એવી રીતે દૂધ પીધું કે દૂધ સાથે પૂતનાના પ્રાણ પણ પી ગયા અને પૂતના મૃત્યુ પામી. પૂતના મૃત્યુ પામતા જ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ હતી. તેને જોઈને ગોકુળના લોકો ગભરાઈ ગયાં હતાં.

પછી શ્રીકૃષ્ણ કહ્યા કરતા હતા કે મેં પોતાના અવતાર કાર્યનું શ્રીગણેશ એક સ્ત્રીને મારીને કર્યું છે. લોકો તેમને પૂછતા હતાં કે તમે આવું શા માટે કર્યું? ત્યારે શ્રીકૃષ્ણ કહેતા હતાં કે અવગુણ જ્યાં હશે, ત્યાં હું પ્રહાર કરીશ. ભલે તે સ્ત્રી હોય કે પુરૂષ.

બોધપાઠ- ભગવાન મહિલા અને પુરૂષોમાં ભેદ કરતાં નથી. જે લોકો ખરાબ નીયતથી કામ કરશે, તેમને ભગવાન સજા ચોક્કસ આપશે. એટલે મન સાફ રાખો અને ખરાબ કાર્યોથી બચવું.