તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:કોઈની બેકાર વાતોમાં કોઈ કામની વાત હોય તો તેને ધ્યાનથી સાંભળવી જોઈએ

23 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાત્મા ગાંધી એક પત્ર ખૂબ જ ધ્યાનથી વાંચી રહ્યા હતાં. તેમની આસપાસ અનેક લોકો બેઠા હતાં. બધા ગાંધીજીને જોઈ રહ્યા હતાં, પત્ર અંગ્રેજીમાં હતો. તેના પરબિડીયાને જોઈને ખ્યાલ આવી ગયો હતો કે તે કોઈ અંગ્રેજ વ્યક્તિએ લખ્યો છે.

એકવાર વાંચ્યા પછી ગાંધીજીએ ફરી આખો પત્ર ધ્યાનથી વાંચ્યો ત્યારે બધા લોકો આશ્ચર્ય પામ્યાં. વાંચ્યાં પછી તે લાંબા પત્રમાંથી પિન કાઢીને તેને કચરાપેટીમાં નાખી દીધો. તે પછી ગાંધીજી લોકો સાથે વાત કરવા લાગ્યાં.

ગાંધીજીની આદત હતી કે તેઓ એક જ સમયે અનેક કામ કરતાં હતાં. ત્યાં બેઠેલાં થોડા લોકોએ ગાંધીજીને પૂછ્યું, તમે પત્ર તો કચરાપેટીમાં નાખી દીધો અને તેની પિન સંભાળીને રાખી લીધી, તમે આવું શા માટે કર્યું?

ગાંધીજીએ કહ્યું, એક અંગ્રેજ વ્યક્તિ અનેકવાર મને પત્ર લખે છે અને પત્રમાં ખરાબ વાતો અને અપશબ્દો લખતો રહે છે. હું પત્ર વાંચુ છું અને તેની વાતોમાંથી જો કોઈ વાત સાચી લાગે તો તેને સમજવાની કોશિશ કરું છું, કેમ કે બની શકે છે તેના અપશબ્દોમાં પણ કોઈ કામની વાત હોય. જો કોઈ સાર્થક વાત ન હોય તો હું તેને ફેંકી દઉ છું.

થોડા સમય પછી તે અંગ્રેજ ગાંધીજીને મળવા આશ્રમમાં આવ્યો. અંગ્રેજે કહ્યું, થોડા દિવસ પહેલાં મેં તમને એક લાંબો પત્ર લખ્યો હતો. તમે તે વાંચ્યો?

ગાંધીજીએ કહ્યું, હા, મેં તે વાંચ્યો હતો.

અંગ્રેજે કહ્યું, તમે પછી શું કર્યું?

ગાંધીજી બોલ્યાં, કચરાપેટીમાં ફેંકી દીધો

અંગ્રેજે પૂછ્યું, શું તમારા માટે પત્રમાં તમને કશું જ ખાસ મળ્યું નહીં?

ગાંધીજીએ કહ્યું, હા, તેમાં પિન કામની હતી તો તે મેં કાઢી લીધી હતી.

બોધપાઠ- ગાંધીજીએ જે વાત અંગ્રેજને કહી તે આપણાં માટે કામની છે. જીવનમાં અનેક એવા વ્યક્તિ આવશે, અનેક એવી ઘટનાઓ બનશે, જેની ખરાબ વાતો આપણે છોડવી પડશે. જો તેમાંથી કોઈ સાર્થક વાત હોય તો પિનની જેમ સંભાળીને રાખી લેવી જોઈએ.