તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જે ધન ખોટા કાર્યોથી કમાયેલું હોય છે, તે ઘર-પરિવારમાં અશાંતિ વધારી શકે છે

4 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દેવી લક્ષ્મી સાથે જોડાયેલી પૌરાણિક કથા છે. પ્રાચીન સમયમાં મહાલક્ષ્મીએ એવું નક્કી કર્યું હતુ કે તેઓ અસુરો પાસે પણ રહેશે. આ વાતથી બધ દેવતાઓ ચિંતિત હતાં. દેવતાઓ એકબીજા સાથે આ અંગે ચર્ચા કરતા હતા કે દેવી લક્ષ્મીએ આ યોગ્ય કર્યું નથી.

એક દિવસ મહાલક્ષ્મી અસુરોને છોડીને દેવતાઓ પાસે આવી ગયાં. બધા દેવતાઓએ લક્ષ્મીજીનું સ્વાગત કર્યું, સ્વર્ગમાં ઉત્સવ મનાવ્યો. ઉત્સવ ઊજવી રહેલાં દેવતાઓને લક્ષ્મીજીને કહ્યું, કોઈ મને એ તો પૂછો કે હું પાછી કેમ આવી છું?

દેવતાઓએ કહ્યું, અમને એવું લાગ્યું કે તમને અમારી યાદ આવી ગઈ હશે અથવા તમને એવું સમજાઈ ગયું હશે કે તમારે કોની સાથે રહેવું જોઈએ.

લક્ષ્મીજીએ હસીને કહ્યું, જેઓ પરિશ્રમ કરશે, સારા કામ કરશે, હું તેમની પાસે રહીશ. અસુરોએ પણ ખૂબ જ પરિશ્રમ કર્યો. તે પણ દેવતાઓની જેમ કઇંક મોટું કામ કરવા ઇચ્છતાં હતાં. હું દરેક વ્યક્તિ પાસે રહીશ, જેમના જીવનમાં પુરૂષાર્થ રહેશે. કઇંક નવું કરવાનો ભાવ રહેશે. કઇંક સારા સંકલ્પ હશે, પરંતુ અસુરોએ જ્યારે આ બધું મળવા લાગ્યું તેઓ પોતાના આચરણ ખરાબ કરવા લાગ્યાં. તેમણે મારો ઉપયોગ આતંક, હિંસા, વાસના જેવા ખરાબ કાર્યોમાં કરવાનું શરૂ કરી દીધું. એટલે હું તેમને છોડીને આવી ગઈ. જો કોઈ અધર્મી વ્યક્તિ મને જબરદસ્તી પોતાની પાસે રાખશે તો તે ક્યારેય શાંતિ મેળવી શકશે નહીં. અધર્મી લોકો સાથે હું દુઃખી થઈ જઈશ અને અવસર મળતા જ તેમને છોડીને જતી રહીશ.

બોધપાઠ- લક્ષ્મીજી ધન, વૈભવ, સંપત્તિ તરીકે એવા લોકો પાસે રહે છે, જે ધર્મ પ્રમાણે કામ કરે છે. જે લોકો મહેનતથી કમાયેલું ધન ખરાબ કાર્યોમાં ખર્ચ કરે છે, જેઓ ખરાબ કાર્યોથી, ખોટું બોલીને, કોઇને દગો આપીને ધન કમાય છે, તેમના જીવનમાં અશાંતિ રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો