તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips From Ramayana, Sunderkand Facts, Hanumanji In Ramayana

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:જો આપણે પોતાના ઉપર જ વિશ્વાસ કરીશું નહીં તો સારા અવસર પણ હાથમાંથી સરકી જશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંગદે સીતાજીને શોધવા દરિયો પાર કરીને લંકા જવાની ના પાડી દીધી, કેમ કે તેનામાં આત્મવિશ્વાસ હતો નહીં

વાર્તા- શ્રીરામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજી, જામવંત અને અંગદને સંપાતિએ જણાવી દીધું હતું કે સીતા રાવણની લંકામાં છે. હવે તેની સામે મોટો સવાલ હતો કે આટલો મોટો દરિયો પાર કરીને સીતાની શોધ કરીને લંકા કોણ જશે?

સૌથી પહેલાં જામવંતે કહ્યું કે, હું હવે વૃદ્ધ થઇ ગયો છું એટલે આ કામ મારા હાથનું નથી. ત્યાર બાદ અંગદ બોલ્યો કે હું સમુદ્ર પાર કરીને લંકા તો જઇ શકું છું, પરંતુ પાછો આવી શકીશ કે નહીં તેના અંગે મને શંકા છે.

આ અંગદના નબળા આત્મવિશ્વાસનો સંકેત છે, તેને પોતાની શક્તિઓ ઉપર, પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ હતો નહીં, એટલે તેણે લંકા જવાની ના પાડી દીધી. જ્યારે કોઇ ઉપાય સમજાયો નહીં, ત્યારે જામવંતે હનુમાનજીને આ કામ કરવા માટે પ્રેરિત કર્યાં.

જામવંતે હનુમાનજીને કહ્યું હે હનુમાન, ચૂપ કેમ બેઠા છો? તમે તો પવનદેવના પુત્ર છો, તાકાતમાં પવનદેવ સમાન જ છો, બુદ્ધિ, વિવેદ અને વિજ્ઞાનના પણ જાણકાર છો. આ સંસારમાં એવું કોઇ કામ નથી જે તમે કરી શકો નહીં. રામકાજ કરવા માટે જ તમારો જન્મ થયો છે.

આ વાત સાંભળીને હનુમાનજીને પોતાની શક્તિઓ યાદ આવી ગઇ અને તેઓ ઉત્સાહિત થઇ ગયાં. તેમણે પોતાના શરીરનો આકાર પર્વત જેવો કરી લીધો. હનુમાનજી દરિયો પાર કરીને લંકા પહોંચ્યા અને લંકામાં સીતાની શોધ કરી, તેમણે શ્રીરામનો સંદેશ આપ્યો, લંકા બાળી અને પાછા ફરીને શ્રીરામ પાસે આવી ગયાં.

બોધપાઠ- કામ નાનું હોય કે મોટું, આત્મવિશ્વાસ વિના પૂર્ણ થઇ શકે નહીં. આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખીશું તો અસંભવ જોવા મળતું કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો