તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:સુખ-દુઃખની અવર-જવર ચાલતી રહે છે, સુખના દિવસોમાં દુઃખમાંથી બહાર આવવાની તૈયારી રાખવી જોઈએ

19 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દ્વાપર યુગમાં કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે દેવકીએ બાળકને ગળે લગાવ્યો હતો. તે સમયે વસુદેવજીએ દેવકીને કહ્યું, આ બાળક મને આપી દો. મારે તેને ગોકુળ લઈ જવાનું છે.

દેવકીએ કહ્યું, મેં એક-એક કરીને બધા જ બાળકો કંસને સોંપી દીધા અને કંસે તેમને મૃત્યુ આપ્યું, હવે હું આ બાળક આપીશ નહીં.

તે સમયે જે વ્યવસ્થા ભગવાને બનાવી હતી, તેના પ્રમાણે વસુદેવજીએ ભગવાનના બાળ સ્વરૂપને ગોકુળ લઇ જવાનું હતું. દેવકીએ ના પાડી હોવા છતાં વસુદેવજીએ તે બાળકને હાથમાં લીધું અને સુપડામા રાખીને ગોકુળ જવા રવાના થયાં.

બાળ કૃષ્ણ આ દૃશ્ય જોઈ રહ્યા હતાં. દેવકી વસુદેવના પગમાં પડીને કહે છે, મારો પુત્ર મને સોંપી દો. મેં કંસને વચન આપ્યું હતું કે હું મારા બધા બાળક તેને સોંપી દઈશ, પરંતુ તેણે આપણને ત્યારે જ મૃત્યુ આપી દેવાની જરૂર હતી. રોજ-રોજ કેવી રીતે મરીએ?

દેવકી રડી રહી હતી, પરંતુ વસુદેવ અટક્યા નહીં અને કારાગારથી રવાના થયાં. બાળ કૃષ્ણએ જ્યારે આ દૃશ્ય જોયું ત્યારે તેમણે વિચાર્યું, મેં પણ શું વ્યવસ્થા બનાવી છે. મારા જન્મના પહેલાં જ દિવસે મારી માતાએ આવી રીતે રડવું પડ્યું છે.

બોધપાઠ- અહીં શ્રીકૃષ્ણએ આ સંદેશ આપ્યો છે કે જીવનમાં દુઃખ તો આવશે. મોટા-મોટા સક્ષમ વ્યક્તિના જીવનમાં પણ દુઃખ આવે છે. દેવકી અને વસુદેવથી મોટું અન્ય કોણ હશે, જેમને ત્યાં ભગવાન સ્વયં બાળક બનીને આવ્યાં, પરંતુ તેમણે પણ દુઃખનો સામનો કરવો પડ્યો. હવે પ્રશ્ન એ છે કે દુઃખને દૂર કઈ રીતે કરી શકાય? દુઃખને ત્રણ પ્રકારે દૂર કરી શકાય છે. પહેલું દુઃખને સહન કરી લો. બીજુ, દુઃખને સમજી લો અને ત્રીજું, દુઃખનો ઉકેલ લાવો. દુઃખના મામલે તો ભગવાન પોતાના માતા-પિતાની પણ મદદ કરી શક્યા નહીં તો તેમના ભક્તોએ પણ દુઃખ સામે લડવાની તૈયારી રાખવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો