તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips From Mahabharata, Lord Krishna And Mata Yashoda, Bal Krishna Story

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:પરિશ્રમ અને પ્રામાણિકતાથી ભગવાનની કૃપા મળી શકે છે, બધા જ કામ સફળ થઇ શકે છે

7 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- માતા યશોદા અને બાળકૃષ્ણ સાથે જોડાયેલો કિસ્સો છે. એકવાર યશોદા કૃષ્ણ માટે માખણ તૈયાર કરી રહ્યા હતાં. તે સમયે કૃષ્ણને ભૂખ લાગી તો તેઓ રડવા લાગ્યાં. તેઓ ધૈર્ય રાખી શક્યાં નહીં. તેમણે દહીંની માટલી ફોડી દીધી અને અંદર જઇને વાસી માખણ ખાઇ લીધું.

ફૂટેલું માટલું જોઇને માતા યશોદા ગુસ્સે થઇ ગયા અને બાળકૃષ્ણને મારવા માટે છડી લઇને તેમની પાછળ દોડ્યાં. ખૂબ જ દોડભાગ કર્યા પછી યશોદાજીએ કૃષ્ણને પકડી લીધાં. ત્યારે કૃષ્ણ રડવા લાગ્યાં. યશોદાજીને થયું કે લાલો ડરી ગયો છે ત્યારે તેમણી છડી ફેંકી દીધી. ભાઠ ભણાવવા માટે યશોદા બાળકૃષ્ણને થાંભલા સાથે બાંધી દીધા, પરંતુ દોરડું બે આંગણી નાનું પડ્યું. ત્યારે માતાએ બીજું દોરડું લઇને કૃષ્ણને બાંધવાની કોશિશ કરી, પરંતુ બીજીવાર પણ દોરડું બે આંગણી નાનું પડી ગયું.

યશોદાએ અનેકવાર દોરડું જોડીને કૃષ્ણને બાંધવાની કોશિશ કરી, પરંતુ કૃષ્ણને બાંધી શક્યા નહીં. માતાને પરેશાન જોઇને કૃષ્ણએ વિચાર્યું કે હવે મારે બંધાઇ જવું જોઇએ. માતા પરેશાન થઇ રહ્યાં હતાં. તે પછી કૃષ્ણ દોરડાથી બંધાઇ ગયાં.

બોધપાઠ- આ પ્રસંગનો બોધપાઠ એવો છે કે ભગવાન પોતાના ભક્તો પાસે પરિશ્રમ કરાવે છે. અહીં ભગવાનને પકડવાનો અર્થ છે કે શિક્ષા, સફળતા, શાંતિ, સુખ-સમૃદ્ધિ આ બધું જ પરમાત્માની કૃપાથી મળે છે. જ્યારે આપણે પરિશ્રમ કરીએ છીએ, પ્રામાણિક રહીએ છીએ, માત્ર ત્યારે જ આપણને ભગવાનની કૃપા મળે છે, બધા કામ સફળ થઇ શકે છે. પરિશ્રમ અને પ્રામાણિકતા તે બે આંગળી છે, જેનાથી ભગવાન બંધાઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો