તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:આપણે આપણાં નિર્ણય જાતે જ લેવા જોઈએ, અન્ય ઉપર નિર્ભર રહેવાથી બચવું

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શિવજીના લગ્ન પાર્વતીજી સાથે થવા જઈ રહ્યા હતાં. ખૂબ જ અલગ રીતે શિવજી તૈયાર થયા હતાં. શરીર ઉપર ભસ્મ હતી. ગળામા સાપ હતો. તેમનું સ્વરૂપ ખૂબ જ અલગ હતું. હિમાલયના રાજાના મહેલના દ્વાર ઉપર રાણી મૈના દેવી શિવજીની આરતી ઉતારવા ઊભા હતાં. મૈના દેવીએ શિવજીને જેવા જોયા તો તેમના હાથમાંથી આરતીની થાળી નીચે પડી ગઈ. બધા લોકોને લાગ્યું કે આ અપશુકન થઈ ગયું છે.

અપશુકન પછી શિવજીનું અપમાન શરૂ થઈ ગયું. મૈનાજીએ કહ્યું, જો મને પહેલાં જાણ હોત તો હું આવા દૂલ્હા સાથે મારી દીકરીના લગ્ન કરતી નહીં. મેં નારદજીના કહેવાથી આ લગ્ન માટે હા પાડી હતી. અત્યાર પણ હું મારી દીકરીને લઈને પહાડથી કૂદી જઈશ, અગ્નિમાં બળી જઈશ, પાણીમા ડૂબી જઈશ પરંતુ મારી દીકરીના લગ્ન આવા દૂલ્હા સાથે કરીશ નહીં.

બધાને થયું કે શિવજી હવે પાછા ફરી જશે, કેમ કે તેમનું અપમાન થઈ રહ્યું છે. કોઇએ શિવજીને પૂછ્યું, તમને ગુસ્સો આવી રહ્યો નથી? શિવજીએ હસીને કહ્યું, એક તો હું ઘર વસાવવા જઈ રહ્યો છું, તેમાં અહંકાર કઇ વાતનો. હું શું છું, સારો છું કે ખરાબ છું. તે બધું હું જ નક્કી કરી શકું છું. મારા માટે નિર્ણય લેનાર તમે કોણ છો? આ લોક સ્વતંત્ર છે, તેમણે મારા અંગે જે વિચારવું હોય તે વિચારી શકે છે. હું જે છું તેવો જ છું.

થોડીવાર પછી ત્યાં નારદજી આવ્યા અને તેમણે મૈનાજીને સમજાવ્યા અને શિવ-પાર્વતીના લગ્ન થઈ ગયાં.

બોધપાઠ- જીવનમાં જ્યારે પણ માન-સન્માન કે અપમાન થાય ત્યારે તેમાં વહી જવું નહીં. થોડા લોકો એવા છે, જેમનું સંચાલન અન્ય લોકો કરે છે. આપણી લાઇફનું રિમોટ કંટ્રોલ અન્યના હાથમાં હોવું જોઈએ નહીં.