તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:હાલ 100 ટકા પરિણામ આપવાનો સમય છે, ધ્યાન રાખો નાની ભૂલ પણ ભારે પડી શકે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધારીએ દુર્યોધનને નગ્ન અવસ્થામાં બોલાવ્યો હતો, પરંતુ દુર્યોધન સાથળ ઉપર પાન લપેટીને પહોંચી ગયો અને સાથળ લોખંડની બની શકી નહીં

વાર્તા- મહાભારત યુદ્ધ અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું હતું. પાંડવોએ એક-એક કરીને કૌરવોના દરેક યોદ્ધાઓને મૃત્યુને ઘાટ પહોંચાડી દીધા. ગાંધારી પણ યુદ્ધની પરિસ્થિતિની જાણ લઇ રહી હતી. જ્યારે તેમને દુર્યોધનના પ્રાણ સંકટમાં છે તેવું લાગ્યું, ત્યારે તેમણે દુર્યોધનને આદેશ આપ્યો કે તે નગ્ન અવસ્થામાં તેમના શિવિરમાં આવે.

ગાંધારીએ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન પછી પોતાની આંખમાં પટ્ટી બાંધી રાખી હતી, કેમ કે તે પોતાના આંધળા પતિ સાથે તેમનું દુઃખ વહેંચવા માંગતી હતી. તેમને વરદાન મળ્યું હતું કે તે આંખ ખોલીને જેને જોશે, તે વ્યક્તિ લોખંડનો બની જશે. તે વ્યક્તિના શરીર ઉપર કોઇ હથિયારની અસર થશે નહીં. ગાંધારી ઇચ્છતી હતી કે, દુર્યોધનનું આખું શરીર લોખંડનું થઇ જાય, જેથી તેને કોઇ મારી શકે નહીં.

રાતના સમયે દુર્યોધન આખો નગ્ન થઇને તેની માતાના શિવિરમાં જઇ રહ્યો હતો, ત્યારે શ્રીકૃષ્ણએ તેને જોયો ત્યારે તેઓ સંપૂર્ણ વાત સમજી ગયાં. શ્રીકૃષ્ણએ દુર્યોધનને જણાવ્યું કે, હવે તમે યુવાન થઇ ગયા છો અને પોતાની માતા સામે આ રીતે જવું શોભા આપતું નથી.

શ્રીકૃષ્ણની વાત દુર્યોધનને સમજાઇ ગઇ અને તેણે પાન દ્વારા પોતાના સાથળને ઢાંકી દીધા. તે માતા સામે પહોંચ્યો તો તેના શરીર ઉપર જ્યાં-જ્યાં ગાંધારીને નજર પડી તે અંગ લોખંડનું થઇ ગયું, માત્ર સાથળ જ લોખંડના થઇ શક્યાં નહીં.

યુદ્ધના છેલ્લાં દિવસે ભીમ અને દુર્યોધનનું ગદા યુદ્ધ થયું. ભીમે ગદાથી અનેક પ્રહાર કર્યાં, પરંતુ દુર્યોધનના શરીર ઉપર કોઇ અસર થઇ નહીં. તે સમયે શ્રીકૃષ્ણને ભીમના સાથળ ઉપર પ્રહાર કરવાનો ઇશારો કર્યો. ઇશારો મળતાં જ ભીમે સાથળ ઉપર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું અને દુર્યોધન ઘાયલ થઇ ગયો. ત્યાર બાદ તેનું મૃત્યુ થઇ ગયું.

બોધપાઠ- આ વાર્તા આપણને શીખવે છે કે, નાની ભૂલથી પણ કેટલું મોટું નુકસાન થઇ શકે છે. જ્યારે પણ કોઇ કામ કરો, તેને તે જ રીતે કરવું જોઇએ, જેમ કરવાનો નિયમ છે અથવા જેવું કરવા માટે આપણને કહેવામાં આવ્યું હોય. કામ કોઇપણ હોય, આ સાવધાની જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો