તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips By Ravindranath Tagore, Rabindranath Tagore Story, Family Management Tips

આજનો જીવનમંત્ર:માતા-પિતાના વચનને પૂર્ણ કરવું સંતાનનું કર્તવ્ય છે, તેનાથી ઘર-પરિવારની પ્રતિષ્ઠા વધે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર દર્શનશાસ્ત્રી અને ધર્મના મોટા જાણકાર હતાં. તેઓ પોતાની દાન વૃત્તિના કારણે ખૂબ જ પ્રસિદ્ધ હતાં. તેમના દરવાજાથી ક્યારેય કોઇ ખાલી હાથ પાછું ફરતું નથી, પરંતુ તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો, જ્યારે તેઓ આર્થિક રીતે નબળા થઇ ગયાં હતાં.

એક દિવસ દેવેન્દ્રનાથ ટાગોર પાસે અનાથ આશ્રમનું સંચાલન કરનારી એક સંસ્થાના થોડા અધિકારીઓ પહોંચ્યાં. અધિકારીઓએ કહ્યું, તમારા પિતા દ્વારકાનાથજીએ અનાથાલય માટે એક લાખ રૂપિયા દાન આપવાની ઘોષણા કરી હતી. પછી તેમના નિધન બાદ આ વાત અધૂરી રહી ગઈ. હાલ અમને રૂપિયાની ખૂબ જ જરૂરિયાત છે, એટલે અમે તમારી પાસે આવ્યાં છીએ.

તે સમયે દેવેન્દ્રનાથજીની આર્થિક સ્થિતિ સારી હતી નહીં. ત્યારે એક લાખ રૂપિયા ખૂબ જ મોટી રકમ હતી. તેમની પાસે એવા કોઇ પ્રમાણ પણ હતા નહીં કે પિતાજીએ આ લોકોને દાન આપવાની ઘોષણા કરી હતી, પરંતુ દેવેન્દ્રનાથજીએ અધિકારીઓની વાત ઉપર વિશ્વાસ કર્યો અને કહ્યું, જો મારા પિતાએ કોઇ વચન આપ્યું છે તો હું તેને જરૂર પૂર્ણ કરીશ.

દેવેન્દ્રનાથ ટાગોરે પોતાની થોડી જમીન વેચી અને અનાથ આશ્રમ માટે એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દીધી. તે પછી એક દિવસ તેમણે પોતાના દીકરા રવિન્દ્રનાથ ટાગોરને કહ્યું, જો માતા-પિતાએ જનહિતમાં કોઇ કામ કરવાનો સંકલ્પ લીધો છે, કોઇ વચન આપ્યું છે તો સંતાનનું તે કર્તવ્ય છે કે તેઓ પોતાના માતા-પિતાના વચનને પૂર્ણ કરે. કેમ કે, તેમની પ્રતિષ્ઠામાં જ આપણાં ઘર-પરિવારની પ્રતિષ્ઠા છે.

રવિન્દ્રનાથ ટાગોરે કહેતા હતાં, મારા પિતાની આ વાત હું ક્યારેય ભૂલીશ નહીં અને હું અન્ય લોકોને પણ આ વાત હંમેશાં સમજાવું છું.

બોધપાઠ- માતા-પિતા અને ઘરના અન્ય વડીલોએ જે પણ સારા કામ શરૂ કર્યા છે અથવા જે સારા કામ અધૂરા છોડ્યાં છે, તેને પૂર્ણ કરવાની જવાબદારી બાળકોની હોય છે. પિતૃઓના સારા કાર્યોને આગળ વધારવા પણ બાળકો માટે પૂજા કરવા સમાન છે.