તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મિણીને ત્યાં એક પુત્રનો જન્મ થયો, તેનું નામ પ્રદ્યુમ્ન રાખવામાં આવ્યું. જ્યારે પ્રદ્યુમ્ન દસ દિવસનો હતો, ત્યારે શંબરાસુર નામના અસુરે બાળકનું અપહરણ કરી લીધું અને તેને સમુદ્રમાં ફેંકી દીધું.
શંબરાસુર શ્રીકૃષ્ણને પોતાનો સૌથી મોટો દુશ્મન માનતો હતો. આ કારણે તેણે શ્રીકૃષ્ણના પુત્રને મારવાની કોશિશ કરી હતી. શ્રીકૃષ્ણ અને રૂક્મિણી પોતાના દસ દિવસના પુત્રના કારણે ખૂબ જ પરેશાન હતાં. બધા પ્રદ્યુમ્નને શોધી રહ્યા હતાં, પરંતુ તેમને કોઇ જગ્યાએથી કોઇ સમાચાર મળ્યાં નહીં.
શ્રીકૃષ્ણએ રૂક્મિણીને સમજાવ્યું કે આપણે ધૈર્ય જાળવી રાખવું જોઇએ. આ આપણી પરીક્ષાનો સમય છે. શ્રીકૃષ્ણને રાપાટનું કામ પણ કરવાનું હતું. તેઓ ઘર-પરિવાર અને રાજ્યના બધા કામ પણ કરી રહ્યા હતાં અને પ્રદ્યુમ્નની શોધ પણ કરી રહ્યા હતાં.
જ્યારે શંબરાસુરે બાળકને સમુદ્રમા ફેંક્યું ત્યારે એક મોટી માછલી તેને ગળી ગઇ હતી. સંયોગથી શંબરાસુરની રસોઈ સાથે જોડાયેલાં લોકોના જાળમાં તે માછલી ફસાઇ ગઇ. જ્યારે તે માછલીને રસોઈમાં કાપવામાં આવી ત્યારે તેમાંથી બાળક મળી આવ્યું. તે સમયે રસોઈમાં માયાવતી નામની એક મહિલા કામ કરતી હતી. તેણે બાળકને પોતાની પાસે રાખી લીધું.
માયાવતી કામદેવની પત્ની રતિ હતી. જ્યારે શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતાં, ત્યારે રતિએ શિવજીને પૂછ્યું હતું કે મારા પતિનું શરીર પાછું કેવી રીતે મળશે? ત્યારે શિવજીએ કહ્યું હતું કે, શ્રીકૃષ્ણના પુત્ર સ્વરૂપમાં કામદેવનો જન્મ થશે. માયાવતીએ જ્યારે તે બાળકને જોયું ત્યારે તે સમજી ગઇ કે તે કામદેવ જ છે.
તે પછી જ્યારે પ્રદ્યુમ્ન મોટો થયો ત્યારે તેણે શંબરાસુરનો વધ કર્યો અને માયાવતી સાથે શ્રીકૃષ્ણ પાસે પાછા ફર્યાં.
બોધપાઠ- આ કથાનો બોધપાઠ એ છે કે જીવનમાં સુખ-દુઃખની અવર-જવર ચાલતી રહે છે. એટલે જ્યારે સમય મુશ્કેલ હોય ત્યારે નિરાશ થઇને બેસવું જોઇએ નહીં. ઘર-પરિવાર અને સમાજ સાથે જોડાયેલી જવાબદારીઓનું પાલન કરવું અને પોતાના દુઃખને પણ સહન કરવા જોઇએ.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.