• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips By Pandit Vijayshankar Mehta, Ramayana Story, Ram And Ravan War

આજનો જીવન મંત્ર:લોકો ઉપર વિશ્વાસ કરવો જોઇએ, પરંતુ દગાબાજીની સંભાવના હોય તો તેનો સામનો કરવાની તૈયારી પણ રાખો

2 વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • સુગ્રીવ અને જામવંતે શ્રીરામને જણાવ્યું હતું કે, વિભીષણ ઉપર વિશ્વાસ ન કરે, તેને બંદી બનાવી લેવો જોઇએ

વાર્તા- રામાયણમાં વિભીષણે રાવણને સમજાવ્યું કે, સીતાને સકુશલ શ્રીરામને પાછા આપી દેવા જોઇએ. શ્રીરામ સાથે યુદ્ધ કરવાથી આપણું જ નુકસાન થશે. આ વાત સાંભળીને રાવણ ગુસ્સે થઇ ગયો અને વિભીષણને લાત મારીને લંકાથી કાઢી મુક્યો.

વિભીષણ શ્રીરામને મળવા પહોંચ્યાં. શ્રીરામ દરેક કામ માટે બધા પાસેથી સલાહ લેતાં હતાં. તેમણે સુગ્રીવને પૂછ્યું કે શું કરવું જોઇએ?

સુગ્રીવ વાનર સેનાના રાજા હતાં અને શ્રીરામના મિત્ર પણ હતાં. તેમણે કહ્યું, આપણે દુશ્મનના ભાઈ ઉપર વિશ્વાસ કરી શકીએ નહીં, તેને બંદી બનાવી દેવો જોઇએ. ત્યાર બાદ જામવંત અને અંગદે પણ કહ્યું, દુશ્મનનો ભાઈ દુશ્મન જ હોય છે. શ્રીરામે જણાવ્યું કે આ યોગ્ય વાત નથી.

તે સમયે હનુમાનજી મૌન ઊભા હતાં. શ્રીરામે બધાની સલાહ સાંભળી પછી પોતાના વિચાર અંગે જણાવ્યું, મારું પ્રણ છે કે જે કોઇ મારી શરણમાં આવે છે, હું તેમની રક્ષા કરું છું. જો વિભીષણના કારણે ભવિષ્યમાં કોઇ દગાબાજી થઇ તો મારી સાથે લક્ષ્મણ અને હનુમાન જેવા શક્તિશાળી સાથી છે. હું પણ દરેક વિપરિત પસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છું. આપણે મળીને તે પરેશાનીનો ઉકેલ શોધી લેશું.

શ્રીરામે વિભીષણને શરણ આપી અને તેને લંકાનો રાજા પણ ઘોષિત કર્યો. આ જોઇને બધા આશ્ચર્ય પામ્યા કે રામજીએ પોતાના દુશ્મનના ભાઈ ઉપર આટલો વિશ્વાસ કર્યો.

બોધપાઠ- શ્રીરામજીએ બોધપાઠ આપ્યો કે, આપણે અન્ય ઉપર વિશ્વાસ કરવો જ પડે છે. પરંતુ આપણે તે તૈયારી પણ રાખવી જોઇએ, જેનાથી ભવિષ્યમાં દગાબાજી મળવાથી આવનારી પરેશાનીઓને દૂર કરી શકાય. શ્રીરામે વિભીષણ ઉપર વિશ્વાસ કર્યો, પરંતુ વિશ્વાસઘાત થવાની સ્થિતિમાં તેમણે લક્ષ્મણ અને હનુમાનના બળ ઉપર અને પોતાની ઉપર વિશ્વાસ હતો. આપણે બધા ઉપર શંકા કરીશું તો કોઇ કામ કરી શકીશું નહીં, એટલે આપણે પોતાની તૈયારી સાથે અન્ય ઉપર વિશ્વાસ પણ કરવો જોઇએ.