તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips By Pandit Vijay Shankar Mehta, Story Of Vivekanand And Ramkrishna Paramhans

આજનો જીવન મંત્ર:જીવનમાં ધર્મ, કર્મ અને ધ્યાનમાં સંતુલન જાળવી રાખવું જોઇએ, કોઇપણ એક વાત માટે ઉતાવળ કરવી નહીં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદની સમાધિ તોડી દીધી હતી અને સમજાવ્યું હતું જે જીવનમાં બધી વસ્તુઓનું તાલમેલ જાળવી રાખવું જોઇએ

વાર્તા- રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સાથે જોડાયેલી ઘટના છે. ભગવાન શું હોય છે? વિવેકાનંદ આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયાં હતાં

આ બંનેની તે પહેલી મુલાકાત હતી. વિવેકાનંદ, પરમહંસથી ખૂબ જ પ્રભાવિત હતાં. આ કારણે તેઓ તેમના શિષ્ય બની ગયાં. તે પછી ગુરુએ નવા શિષ્યને ધ્યાનની વિધિ જણાવી હતી.

એક દિવસ વિવેકાનંદ રૂમ બંધ કરીને ધ્યાન કરી રહ્યા હતાં, ત્યારે તેઓ ધ્યાનની તે સ્થિતિમાં પહોંચી ગયા જેને સમાધિ કહેવામાં આવે છે. જ્યારે આ વાત પરમહંસને જાણ થઇ ત્યારે તેઓ તરત દોડીને તે રૂમમાં પહોંચ્યા અને ધક્કો મારીને વિવેકાનંદની સમાધિ તોડી દીધી અને તેમને ધ્યાનમાંથી બહાર કાઢ્યાં.

ત્યાં થોડાં અન્ય શિષ્ય પણ હાજર હતાં. તેમણે પૂછ્યું કે તમે કહો છો કે ધ્યાન કરવું જોઇએ અને જ્યારે વિવેકાનંદ ધ્યાન કરીને સમાધિમાં પહોંચી ગયા ત્યારે તમે તેમનું ધ્યાન કેમ તોડી દીધું?

રામકૃષ્ણ પરમહંસ બોલ્યાં, 'હાલ તેમની ઉંમર શું છે? મારે તેની પાસે ખૂબ જ મોટા-મોટા કામ કરાવવાના છે. જો આ આવી જ રીતે સમાધિમાં ઉતરી જશે તો પછી કર્મ કરી રીતે કરી શકશે. વિવેકાનંદે તો હાલ તેના જ્ઞાનને કર્મ સાથે જોડવાનું છે. આખી દુનિયામાં ધર્મનો પ્રચાર કરવાનો છે. લોકોને નૈતિકતા શીખવાડવાની છે. આપણે એક સીમા સુધી જ ધ્યાન કરવું જોઇએ. સમાધિમાં એટલું નહીં ઉતરવું કે આપણે આપણી યોગ્યતાનો યોગ્ય ઉપયોગ પણ કરી શકીએ નહીં'

માનવતાનું હિત કરવું, બધાનો ધર્મ છે અને તે જ સૌથી મોટી પૂજા છે. રામકૃષ્ણ પરમહંસની આ વાતના કારણે દુનિયાને વિવેકાનંદ જેવા સંન્યાસી મળ્યા.

બોધપાઠ- વ્યક્તિએ પોતાના જીવનમાં ધર્મ અને કર્મનું સંતુલન જાળવી રાખવું જોઇએ. ધ્યાન અને સામાજિક જીવનમાં પણ યોગ્ય તાલમેલ હોવો જોઇએ. આ જ વાત રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને સમજાવી હતી.