• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips By Pandit Vijay Shankar Mehta, Story Of Swami Vivekanand And Paramhans

આજનો જીવન મંત્ર:તમારી યોગ્યતાનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોની ભલાઈ માટે કરવો જોઇએ

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • સ્વામી વિવેકાનંદને પરમહંસે સમજાવ્યું, 'એકલતામાં વ્યક્તિ કઇંપણ કરી શકે છે, પરંતુ સારું બધા સાથે, બધા સામે કરવું જોઇએ'

વાર્તા- સ્વામી વિવેકાનંદજીએ એકવાર વિચાર કર્યો કે મારે ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાવવું છે. મારે બધું જ છોડીને હિમાલયની કોઇ ગુફામાં બેસીને ચિંતન અને ધ્યાન કરવું જોઇએ. તેમણે આ વાતની ઘોષણા પણ કરી દીધી.

આ વાત રામકૃષ્ણ પરમહંસને જાણ થઇ ત્યારે તેમણે વિવેકાનંદને બોલાવ્યાં અને કહ્યું, 'નરેન્દ્ર, હિમાલય કેમ જવાનું ઇચ્છો છો?'

વિવેકાનંદજીએ કહ્યું, 'ત્યાં તપસ્યા કરીશ.'

રામકૃષ્ણ પરમહંસે સમજાવ્યાં, 'તમે યોગ્ય છો, તપસ્યા પણ સારી કરી લેશો, પરંતુ આવી તપસ્યાનો શું ફાયદો? આ સંસારમાં અને તમારી આસપાસ જે લોકો છે, તેમાંથી અનેક લોકો ભૂખ્યા મરી રહ્યા છે. કોઇ અભણ છે. કોઇ કોઇની ગુલામી કરી રહ્યું છે. કોઇ અશાંત છે. અનેક સમસ્યાઓ આજે વ્યક્તિના જીવનમાં ચાલી રહી છે. તમે આ સમસ્યાઓને ઉકેલવાની જગ્યાએ હિમાલયમાં એકલા બેસીને તપ કરવાની વાત કરી રહ્યા છો. શું તમારી આત્મા અને પરમાત્મા આવી તપસ્યાનો સ્વીકાર કરશે?

જો તમે સાચે જ તપસ્યા કરવા માગો છો તો તમારી યોગ્યતાને તે લોકોની સેવામાં લગાવો જેઓ અસહાય છે. ગરીબ અને અસહાયની સેવા કરવી, તે ખૂબ જ મોટી તપસ્યા છે. પરમાત્મા પણ તેનાથી પ્રસન્ન થશે.

સાર્વજનિક જીવનમાં અન્યની ભલાઈ કરવા માટે જે તપ અને તાકાત લાગે છે, તે એકલામાં લાગતી નથી. એકલતામાં તમે હિમાલયની ગુફામાં બેસીને તમે જે ઇચ્છો તે શકો છો. બધાની સાથે કરો, બધાની સામે કરો.

પરમહંસજીની આ વાત સાંભળ્યા પછી વિવેકાનંદજીએ સંકલ્પ લીધો કે હવેથી મારું જીવન સાર્વજનિક હિત માટે રહેશે.

બોધપાઠ- જો આપણે આપણી યોગ્યતા અને તાકાતનો ઉપયોગ અન્યના હિત માટે કરીશું તો તેનાથી સમાજ કલ્યાણ પણ થશે અને પરમાત્માની ભક્તિ પણ થઇ જશે. એટલે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઇએ.