વાર્તા- મહાત્મા ગાંધીના જીવનની એક ઘટના છે. તેઓ તે સમયે વિદેશ ગયાં હતાં. તેમની સાથે પત્ની કસ્તૂરબા પણ હતાં. ત્યાં ગાંધીજીના સન્માનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે વ્યક્તિ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યો હતો, તે આ વાત જાણતો ન હતો કે ગુજરાતીમા માતા જેવી મહિલાને બા કહેવામાં આવે છે.
મંચ સંચાલકે ઘોષણા કરી, 'ગાંધીજી સાથે તેમની માતા પણ આવી છે, અમે તેમનું સન્માન કરીએ છીએ.'
ત્યાં હાજર રહેલાં લોકો આ સાંભળીને ગભરાઇ ગયાં. તરત મંચ સંચાલકને એક ચિઠ્ઠી મોકલવામાં આવી કે, તમે ગાંધીજીની પત્નીને તેમની માતા કહી દીધું છે, ભૂલને સુધારી દો. ચિઠ્ઠી જોઇને સંચાલક ગભરાઇ ગયો.
તે પછી ગાંધીજીના સંબોધનનો સમય આવ્યો. ગાંધીજી પણ મજાકવાળા સ્વભાવના હતાં. તેમણે કહ્યું, મંચ સંચાલક ભાઈએ ભલે જ સંબોધનમાં ભૂલ કરી છે, પરંતુ તેમની વાત બિલકુલ સાચી છે. તેમણે બાને મારી માતા જણાવી છે. હકીકત તો એવી છે કે, આ ઉંમરમાં કસ્તૂરબા મારી દેખરેખ બિલકુલ એવી જ રીતે કરે છે, જાણે કોઇ માતા પોતાના બાળકની દેખરેખ કરી રહી હોય. તે પછી કાર્યક્રમમાં ગાંધીજીએ આ સંબંધની વ્યાખ્યા ખૂબ જ સારી રીતે કરી હતી.
બોધપાઠ- ગાંધીજી સાથે જોડાયેલી આ ઘટના આપણને સંદેશ આપે છે કે જો પતિ-પત્ની વૃદ્ધ થઇ ગયા છે તો બાળકોની જેમ જ એકબીજાનું ધ્યાન રાખવું જોઇએ. કેમ કે, શરીર થાકી ગયું છે, બંનેએ એકસાથે લાંબી યાત્રા કરી છે, જેમ ગાંધીજી સાથે કસ્તૂરબાએ કરી હતી. તેના દ્વારા બંને વચ્ચે પ્રેમ અને સમર્પણ બની રહે છે. આ સુખી દાંપત્ય જીવનનો મંત્ર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.