તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips By Guru Govindsingh, We Should Help Needy People Selflessly

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જે વ્યક્તિ જરૂરિયાતમંદ લોકોની નિઃસ્વાર્થ ભાવથી સેવા કરે છે, તેમનું સન્માન મોટા-મોટા વિદ્વાન લોકો પણ કરે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- ગુરુ ગોવિંદસિંહ અને એક હકીમ સાથે જોડાયેલો કિસ્સો ખૂબ જ પ્રચલિત છે. તે સમયે એક હકીમ પોતાના યોગ્ય ઇલાજ માટે ખૂબ જ પ્રસિદ્ધ હતાં. એક દિવસ તેઓ આનંદપુર ગયા અને ગુરુ ગોવિંદસિંહના દર્શન કર્યાં.

ગુરુ ગોવિંદસિંહે તેમની ખ્યાતિ સાંભળી હતી. તેઓ જાણતા હતા કે આ ખૂબ જ સારા વ્યક્તિ છે. હકીમે ગુરુદેવને કહ્યું, હવે હું જઇ રહ્યો છું તો તમે મને કોઇ એવો સંદેશ આપો, જે મારા માટે આશીર્વાદ બની જાય અને પછી હું તેનું પાલન કરું.

ગુરુદેવે કહ્યું, હકીમ સાહેબ, દીન-દુઃખી લોકોની સેવા કરવામાં, ઉપચાર કરવામાં જરાય મોડું કરશો નહીં. આવા લોકોનો ઉપચાર તરત કરવો જોઈએ. સૌથી પહેલા આ લોકોને રાખવાં.

આ વાત સાંભળીને હકીમ ત્યાંથી પોતાના ઘરે આવ્યાં. થોડા દિવસ પછી ગુરુ ગોવિંદસિંહ હકીમના નગર તરફથી પસાર થઇ રહ્યા હતાં. તેમણે વિચાર્યું કે અહીં સુધી આવ્યો છું તો હકીમને મળી લેવું જોઈએ.

ગુરુદેવ પાસે સમય ઓછો હતો, છતાંય તેઓ હકીમ સાહેબના ઘરે પહોંચ્યાં. તેમણે જોયું કે હકીમ સાહેબ ઇબાદત કરી રહ્યા છે, તેમની આંખ બંધ છે તો તેઓ ત્યાં જ બેસી ગયાં. થોડીવાર પછી ઘરની બહારથી અવાજ આવ્યો, હકીમ સાહેબ જલ્દી ચાલો, બીમાર વ્યક્તિ મરી જશે. અમે ગરીબ લોકો છીએ, હવે તમે જ અમારા મદદગાર છો.

હકીમ સાહેબે આંખ ખોલી ત્યારે જોયું કે પાસે ગુરુ ગોવિંદસિંહ બેઠા છે, જેમના દર્શન માટે તેઓ હંમેશાં બેચેન રહેતા હતાં અને ગુરુદેવ આજે સ્વયં તેમના ઘરે આવી ગયાં છે. બીજી બાજુથી અવાજ આવી રહ્યો હતો.

હકીમે એક ક્ષણ વિચાર્યું અને ગુરુદેવને પ્રણામ કરીને તરત બહાર ભાગ્યાં. દર્દીનો ઇલાજ કરીને જ્યારે હકીમ ઘરે પાછા ફરી રહ્યાં હતાં ત્યારે તેમણે વિચાર્યું કે ગુરુદેવ જતા રહ્યા હશે. ઘરે રહેતો તો ગુરુદેવ સાથે રહેવાનો અવસર મળ્યો હોત.

જ્યારે હકીમ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ગુરુ ગોવિંદસિંહ ત્યાં જ બેઠા હતાં, જ્યારે તેઓ જલ્દીમાં હતાં. હકીમે કહ્યું, તમે મારા માટે રોકાયા છો?

ગુરુદેવ બોલ્યાં, તમારા માટે નહીં, તમારા સારા કામે મને અહીં રોક્યો છે. મેં તમને કહ્યું હતું કે દીન-દુઃખીની સેવા કરવામા મોડું કરશો નહીં અને આજે તમને ભાગતા જોઇને મને લાગ્યું કે આનાથી મોટી ઇબાદત શું હોઇ શકે છે? સારા કામનું સન્માન કરવામાં આવવું જોઇએ, જે મેં કર્યું છે.

બોધપાઠ- જ્યારે આપણે સારા વિચાર સાથે કામ કરીએ છીએ ત્યારે મોટા-મોટા વિદ્વાન અને પરિસ્થિતિ આપણાં પક્ષમાં હોય છે. આપણે દુઃખી લોકોની મદદ કરવામાં મોડું કરવું જોઇએ નહીં. જે લોકો આ વાતનું ધ્યાન રાખે છે, તેમના ઘર-પરિવાર અને સમાજમાં સન્માન મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો