તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જીવનમાં અનુશાસન હંમેશાં જાળવી રાખશો તો અનેક બીમારીઓ અને પરેશાનીઓથી બચી શકાય છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દેવરાજ નામનો એક વ્યક્તિ ફળનો રસ વેચીને વેપાર કરતો હતો. તેને ચારિત્ર્યની ચિંતા બિલકુલ હતી નહીં. દરેક પરિસ્થિતિમાં રૂપિયા કઈ રીતે કમાવવા અને તે રૂપિયાથી ભોગ-વિલાસ કેવી રીતે કરવો, તે જ તેનું લક્ષ્ય હતું.

આવા જ ખરાબ આચરણના કારણે તેનો સંબંધ ભાવતી નામની એક વૈશ્યા સાથે થયો. બંને સાથે રહેવા લાગ્યાં. બંનેનું આચરણ ખૂબ જ ખરાબ હતું. બંનેના જીવનમાં અનુશાસન હતું જ નહીં. તેઓ માત્ર ખાતા-પિતા, સૂતા અને વિલાસ કરતાં હતાં.

દેવરાજ અને ભાવતી એવું કોઈ કામ કરતા નહીં, જેને સારું કહી શકાય. અનેકવાર તો ભોગ-વિલાસમાં પોતાનું ભાન ભૂલી જતાં હતાં. ગામના લોકો તેમનાથી ખૂબ પરેશાન હતાં. એક દિવસ દેવરાજને તાવ આવી ગયો. શરીર નબળું થઈ ગયું તો ભોગ-વિલાસ બંધ થઈ ગયો.

દેવરાજને કોઈએ સલાહ આપી કે તમે શિવજીની કથા સાંભળો. સલાહ માનીને તેણે એક પંડિત દ્વારા શિવ ચારિત્ર્ય સાંભળ્યું. શરીરનો કષ્ટ તો જળવાયેલો રહ્યો, પંરતુ જ્યારે તેનું મૃત્યુ આવ્યું ત્યારે તેને સંતોષ હતો કે તે જાણી ગયો છે, શરીર મરશે, આત્મા નહીં અને તે મુક્ત થઈ ગયો.

મૃત્યુ પછી જ્યારે તેની આત્માની મુલાકાત શિવજી સાથે થઈ ત્યારે શિવજીએ તેને સમજાવ્યો, હું જ્યારે કોઈ આત્માને મનુષ્ય શરીર આપુ છુ ત્યારે તે આશા કરું છું કે મનુષ્ય પોતાના ચારિત્ર્ય અને ઇન્દ્રિઓ ઉપર કાબૂ રાખે. ખરાબ કામ કરે નહીં. જે લોકો પોતાના શરીરનો ખરાબ ઉપયોગ કરે છે, ખાસ કરીને ભોગ-વિલાસમા, અપરાધમા મગ્ન રહે છે, તેમને ફરી સજા ભોગવવી પડે છે. લોકો સમજે છે કે ઈશ્વર સજા આપી રહ્યા છે, પરંતુ તેમનું શરીર જ તેમને સજા આપે છે.

બોધપાઠ- આપણી ઉંમર કોઈપણ હોય, પરંતુ મનુષ્યનું શરીર મળ્યું છે તો તેનો ખૂબ જ સાવધાની સાથે ઉપયોગ કરો. જો રહેણીકરણીમાં નાનીપણ બેદરકારી થઈ તો મહામારી જેવા કષ્ટ ભોગવવા પડશે, તેમાં ભગવાન કશું જ કરી શકશે નહીં.