તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:દાન દિલ ખોલીને કરવું જોઇએ, આ નિઃસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું કામ છે

9 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- વાત તે દિવસોની છે, જ્યારે મહાત્મા ગાંધી ચરખાના પ્રચાર માટે દેશભરમાં યાત્રા કરી રહ્યા હતાં. તેમની માગ ઉપર લોકો વિશાળ સંખ્યામાં એકઠા થઇ જતાં હતાં.

ગાંધીજીનો ઉદેશ્ય હતો કે બધા લોકો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે. એક દિવસ ગાંધીજીની યાત્રા ચાલી રહી હતી, તે સમયે વિદ્વાન લોકો તેમની આસપાસ હતાં. આ દરમિયાન એક વૃદ્ધા જે લગભગ ભિખારી જેવી દેખાઇ રહી હતી, તે ગાંધીજીના દર્શન કરવા માટે બૂમો પાડી રહી હતી.

વૃદ્ધાનું દબાણ જોઇને કાર્યકર્તાઓએ તેને ગાંધીજી સુધી પહોંચવા માટે રસ્તો આપ્યો. તે ગાંધીજીના પગે પડી અને તે પોતાની સાડીનો છેડો ખોલવા લાગી. આ બધું કરતા તેને થોડો સમય લાગ્યો, પરંતુ ગાંધીજીને પણ જલ્દી હતી, કાર્યકર્તાઓએ કહ્યું, માઈ જલ્દી કરો.

થોડા લોકો કહી રહ્યા હતાં કે આ વૃદ્ધા ફાટેલી સાડીમાંથી શું આપશે? ગાંધીજીનો સમય ખરાબ કરી રહી છે, પરંતુ ગાંધીજીએ બધાને ચૂપ કર્યા અને કહ્યું, આ માઈને જે કરવું છે તે કરવા દો.

વૃદ્ધ મહિલાએ એક સિક્કો કાઢ્યો અને ગાંધીજીના હાથમાં રાખી દીધો. તેણે કહ્યું, મારી પાસે આપવા માટે આટલું જ છે.

ગાંધીજીએ તે સિક્કાને પોતાની પાસે રાખી લીધો. જમનાલાલ બજાજ ગાંધીજીના ખજાનચી હતાં. ધન તેઓ જ રાખતાં હતાં. તેણે કહ્યું, બાપૂ, મોટા-મોટા ચેક, વિશાળ રકમ તમે મને આપો છો અને હું સંભાળીને રાખું છું. તમે મારી ઉપર વિશ્વાસ કરો છો તો આ સિક્કો તમે તમારી પાસે કેમ રાખી લીધો. પહેલીવાર આવું થયું કે તમે તમારી પાસે કોઇ રૂપિયા રાખી લીધા.

ગાંધીજીએ કહ્યું, તમે બધા સાંભળો, મને વિદ્વાન લોકો પાસેથી ખૂબ જ ધન મળે છે. સામાન્ય લોકો પણ આપે છે, પરંતુ આ વૃદ્ધ માઈએ જે ધન આપ્યું છે, તે તેની સંપૂર્ણ કમાણી છે. મહત્ત્વ આ વાતનુ છે કે દાન આપનાર જે પોતાનું બધું જ આપવા માટે તૈયાર રહે છે, તેમનું સન્માન કરવું જોઇએ.

બોધપાઠ- આપણી પાસે ધન ઓછું હોય કે વધારે, પરંતુ દાન દિલથી કરવું જોઇએ. દાનમાં સોદો કરવો જોઇએ નહીં. દાનમાં કોઇ ગણિત ન ચાલે. દાન જરૂરિયાતમંદ લોકોની નિઃસ્વાર્થ ભાવથી મદદ કરવાનો મામલો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો