તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:કોઇ વિદ્વાન પાસેથી જ્ઞાન મેળવવા ઇચ્છો છો, તો આપણો વ્યવહાર અને વિચાર પણ ઉચ્ચ સ્તરના હોવા જોઇએ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેદ વ્યાસે શુક્રદેવને રાજા જનક પાસે જ્ઞાન લેવા માટે મોકલ્યાં, ત્યારે સૌથી પહેલાં દ્વારપાળે શુક્રદેવને થોડાં પ્રશ્ન પૂછ્યાં

વાર્તા- વેદ વ્યાસે ચાર વેદોનું સંપાદન કર્યું, મહાભારતની રચના કરી. તેમના દીકરા શુક્રદેવના લગ્ન કરવા ઇચ્છતાં નહોતાં. ત્યારે ગૃહસ્થીની સમજણ લેવા માટે વ્યાસજીએ તેમને રાજા જનક પાસે મોકલ્યાં.

રાજા જનક ખૂબ જ વિદ્વાન હતાં. તે સમયે જનકનું લગ્નજીવન આદર્શ હતું. ગૃહસ્થ હોવા છતાં પણ તેઓ વૈરાગી સ્વભાવના હતાં. પિતાના કહેવાથી શુક્રદેવ રાજા જનકને મળવા ગયાં. રસ્તામાં તેઓ વિચારી રહ્યાં હતાં કે એક રાજા સાથે હું શું વાત કરીશ?

થોડાં સમય પછી શુક્રદેવ જનકના મહેલ દ્વાર પર પહોંચી ગયાં. ત્યાં દ્વારપાળે શુક્રદેવને રોકી લીધાં. જ્યારે શુક્રદેવે કહ્યું કે, તેમને રાજાને મળવું છે, ત્યારે દ્વારપાળે કહ્યું કે પહેલાં તમારે અમારા પ્રશ્નોનો જવાબ આપવો પડશે, તે પછી જ તમે રાજાને મળી શકો છો.

જનકના દ્વારપાળ પણ ખૂબ જ વિદ્વાન હતાં. તેમણે શુક્રદેવને પૂછ્યું કે જણાવો સુખ અને દુઃખ શું છે?

શુક્રદેવ પણ બુદ્ધિમાન હતાં. તેમણે કહ્યું, સુખ અને દુઃખને અલગ-અલગ જોવા મૂર્ખતા છે. આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. જીવનમાં સુખ આવશો, તો ક્યારેક દુઃખ પણ આવશે. તેમની અવર-જવર ચાલતી રહે છે. માત્ર જોવાની રીત મહત્ત્વપૂર્ણ છે.

દ્વારપાળે બીજો પ્રશ્ન પૂછ્યો કે વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન અને સૌથી મોટો મિત્ર કોણ છે?

શુક્રદેવે ઉત્તર આપ્યો કે, વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન અને સૌથી મોટો મિત્ર તે સ્વયં જ છે.

આ ઉત્તર સાંભળીને દ્વારપાળે કહ્યું, તમે વિદ્વાન છો. તમારા ઉત્તરોમાં તર્ક છે. તમે રાજા જનકને મળી શકો છો.

બોધપાઠ- પોતાની તૈયારી પૂર્ણ ઊંડાણ સાથે કરવી જોઇએ. કોઇ જ્ઞાનીને મળવા માટે આપણું આચરણ પણ તેમના સ્તરનું હોવું જોઇએ. જ્યારે તમે કોઇ વિદ્વાન પાસે જશો, તો દરેક પગલે તમારે પરીક્ષા આપવી પડે છે. તમારે બધી પરીક્ષાઓમાં તમારી સમજદારીથી સફળ પણ થવાનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો