તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- મહાભારતમાં જ્યારે દ્રોણાચાર્ય અર્જુન અને અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર ચલાવવાનું શીખવી રહ્યા હતાં, ત્યારે અશ્વત્થામા માત્ર બ્રહ્માસ્ત્રને ચલાવવાનું જ શીખ્યો, તેને પાછું લાવવાની વિધિ સમજી હતી નહીં. તેણે આ વિદ્યામાં બેદરકારી કરી હતી. તેની અસર મહાભારત યુદ્ધમાં જોવા મળી હતી.
જ્યારે કૌરવ અને પાંડવોના યુદ્ધનો છેલ્લો પડાવ ચાલી રહ્યો હતો, દુર્યોધને મૃત્યુ પામતાં પહેલાં અશ્વત્થામાને કૌરવ સેનાનો સેનાપતિ બનાવી દીધો. અશ્વત્થામાએ પાંડવોના પાંચ પુત્ર, પાંડવ સેનાપતિ ધૃષ્ટધુમ્ન અને શિખંડી સહિત અનેક યોદ્ધાઓને એકલાં જ મૃત્યુને ઘાટ પહોંચાડ્યાં.
ત્યાર બાદ અર્જુન અને અશ્વત્થામા સામ-સામે આવી ગયાં. બંને જ દ્રોણાચાર્યના શિષ્ય હતાં. યુદ્ધકળામાં પણ પારંગત હતાં. અશ્વત્થામાએ અર્જુનનો પરાજય કરવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં. જેના કારણે તેનો ગુસ્સો વધતો જઇ રહ્યો હતો. ગુસ્સામાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાવી દીધું. તેનો જવાબ પણ અર્જુને બ્રહ્માસ્ત્ર દ્વારા જ આપ્યો.
એક સાથે બે-બે બ્રહ્માસ્ત્ર ચાલ્યાં, જો તે બંને એકબીજા સાથે અથડાઇ જાય તો સંપૂર્ણ ધરતી જ નષ્ટ થઇ જતી. ધરતીને બચાવવા માટે વેદવ્યાસ ત્યાં પહોંચ્યાં. તેમણે અર્જુન અને અશ્વત્થામાને સમજાવ્યાં, તેમને બ્રહ્માસ્ત્ર પાછું લેવા માટે જણાવ્યું.
અર્જુને વ્યાસજીની વાત માનીને બ્રહ્માસ્ત્ર પાછું લઇ લીધું, પરંતુ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર પાછું લઇ શક્યો નહીં. જ્યારે વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મને બ્રહ્માસ્ત્ર પાછું લેવાની વિધિ આવડતી નથી. આ સાંભળીને વેદવ્યાસ ગુસ્સે થઇ ગયા અને બોલ્યાં કે જ્યારે તને સંપૂર્ણ વિધિ જાણ હતી જ નહીં તો બહ્માસ્ત્ર ચલાવ્યું જ કેમ?
અશ્વત્થામાએ કહ્યું કે, મને બ્રહ્માસ્ત્ર પાછું લેતા આવડતું નથી પરંતુ હું તેની દિશા બદલી શકું છું, હું તેને તે દિશા તરફ આગળ વધારીશ જ્યાંથી પાંડવોનો વંશ આગળ વધવાનો છે. આવું કહીને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રને અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ વાળી દીધું. તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી અને પાંડવોના વંશનું છેલ્લું સંતાન પરીક્ષિત તેને ગર્ભમાં હતું. બ્રહ્માસ્ત્રના વારથી પરીક્ષિતનું ગર્ભમાં જ મૃત્યુ થઇ ગયું.
ત્યારે ભગવાન કૃષ્ણએ પરીક્ષિતને જીવિત કર્યો. ગર્ભમાં ઉછરી રહેલાં બાળકની હત્યાના કારણે કૃષ્ણએ અશ્વત્થામાને સજા આપી. અશ્વત્થામાના માથા ઉપર જન્મથી જ એક મણિ હતો, જેના કારણે તે અમર હતો. ભગવાન કૃષ્ણએ તે મણિુ કાઢીને તેને કળિયુગના અંત સુધી ભટકતાં રહેવાનો શ્રાપ આપી દીધો.
બોધપાઠ- કોઇપણ વસ્તુનું અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે. જ્યાં સુધી કોઇ કામની પૂર્ણ જાણકારી ન હોય, ત્યાં સુધી કામની શરૂઆત કરવી જોઇએ નહીં. કોઇ નવું કામ શીખો તો સાવધાન રહો, બેદરકારી ન કરો, સારી વાત યોગ્ય રીતે સમજો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.