તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Lesson Of Lord Krishna, How To Get Success In Life, Lord Krishna Tips About Success

આજનો જીવનમંત્ર:કોઇ કામમાં એકવાર અસફળતા અને નિરાશા મળે તો અટકશો નહીં, અલગ રીતે ફરી કોશિશ કરો

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ભગવાન શ્રીકૃષ્ણનો એવો સ્વભાવ હતો કે તેઓ કોઇપણ સ્થિતિમાં હાર માનતાં નહીં. સતત કોશિશ કરતાં રહેવી તેમની વિશેષતા હતી. એકવાર બાળક કૃષ્ણ અને બલરામ ગોવાળિયાઓ સાથે જંગલમાં રમી રહ્યા હતાં. રમતા-રમતા તેઓ ખૂબ જ દૂર જતાં રહ્યાં. બધા ગોવાળિયાઓ થાકી ગયા, તેમને ભૂખ પણ લાગી હતી.

કૃષ્ણ બધા સાથીઓની પરેશાની સમજી ગયો. તેમણે ગોવાળિયાઓને કહ્યું, અહીં જ થોડી નજીક બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે યજ્ઞ કરી રહ્યા છે. ત્યાં ભોજન પણ બન્યું હશે. તમે બધા ત્યાં જાવ અને મહિલાઓને પોતાની પરેશાની જણાવીને ભોજન માગી લો.

કૃષ્ણની વાત માનીને બધા ગોવાળિયાઓ બ્રાહ્મણના યજ્ઞ સ્થળે પહોંચી ગયાં. ત્યાં તેમણે ભોજન માગ્યું તો તેમણે ના પાડી દીધી. ગોવાળિયાઓ નિરાશ થઇને પાછા આવ્યાં અને કૃષ્ણને સંપૂર્ણ વાત જણાવી.

કૃષ્ણએ કહ્યું, તમે ફરી જાવ અને ફરી એકવાર ભોજન માગો.

ગોવાળિયાઓએ કહ્યું, ત્યાં જવાનો કોઇ લાભ નથી. જો તેમણે એકવારમાં આપ્યું નથી તો બીજી વાર જવાથી પણ તેઓ ભોજન આપશે નહીં.

ત્યારે કૃષ્ણએ બાળ ગોવાળિયાઓને સમજાવ્યાં, જીવનમાં ક્યારેય એકવાર નિરાશા હાથ લાગે, અસફળતા મળી જાય તો આપણે આપણી કોશિશ બંધ કરવી જોઇએ નહીં. સતત કોશિશ કરવી જ યોગ્ય વ્યક્તિની નિશાન છે. બની શકે છે કે દરેકવાર અસફળતા મળે, પરંતુ સફળતા કોઇને કોઇ સ્વરૂપમાં રાહ જરૂર જોઇ રહી હશે. તમે બધા ફરી ત્યાં જાવ, પરંતુ આ વખતે કઇંક અલગ કરવું. આ વખતે મારું અને બલરામનું નામ લઇને ભોજન માંગજો.

ગોવાળિયાઓ ફરી ત્યાં પહોંચી ગયાં. આ વખતે તેમણે કૃષ્ણ અને બલરામનું નામ લઇને ભોજન માંગ્યું તો તેમને ભોજન મળી ગયું.

બોધપાઠ- અહીં શ્રીકૃષ્ણએ બોધપાઠ આપ્યો છે કે એકવાર કોશિશ કરીને થાકવું જોઇે નહીં, અટકવું જોઇએ નહીં. આપણે સતત રીત બદલીને કામ કરતાં રહેવું જોઇએ. કોઇને કોઇ રીતે આપણને સફળતા જરૂર મળી જશે.