તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Krishna And Satrajit Story, Story Of Krishna And Satybhama, Transaction Of Dowry Should Not Be Done In Marriage,

આજનો જીવનમંત્ર:લગ્નમાં દહેજની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં, વર અને કન્યા બંને જ અમૂલ્ય હોય છે

14 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એકવાર શ્રીકૃષ્ણ ઉપર એવો આરોપ લાગ્યો કે તેમણે સ્યમંતક મણિ ચોરી કર્યો છે અને તે મણિ સત્રાજિતનો હતો અને તેના ભાઈ પ્રસેનજિતની હત્યા કરી દેવામાં આવી છે. શ્રીકૃષ્ણ ઉપર ચોર અને હત્યારાનું કલંક લાગી ગયું હતું.

શ્રીકૃષ્ણએ જંગલમાં જઈને તે મણિ શોધી લીધો હતો. એક સિંહ પ્રસેનજિતને મારીને ખાઈ ગયો હતો. જામવંત પાસેથી શ્રીકૃષ્ણ મણિ લઈને આવ્યાં અને સત્રાજિતને સોંપી દીધો.

સત્રાજિત દ્વારકાનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. તે સૂર્યદેવના ઉપાસક હતાં. સૂર્યદેવે સત્રાજિતથી પ્રસન્ન થઈને સ્યમંતક મણિ આપ્યો હતો. આ મણિ દરરોજ 20 તોલા સોનું આપતો હતો. શ્રીકૃષ્ણએ તે મણિ રાજકોષ માટે માગ્યો હતો, પરંતુ સત્રાજિતે મણિ આપવાની ના પાડી દીધી હતી. આ કારણે મણિ ખોવાઈ જતા સત્રાજિતે શ્રીકૃષ્ણ ઉપર શંકા કરી હતી.

જ્યારે શ્રીકૃષ્ણએ મણિ પાછો આપ્યો ત્યારે સત્રાજિતને પોતાની ભૂલ ઉપર પછતાવો થયો. સત્રાજિતે શ્રીકૃષ્ણને કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તે ભૂલ સુધારવા ઇચ્છું છું. મારી એક દીકરી સત્યભામા છે. હું ઇચ્છું છે કે તમે તેની સાથે લગ્ન કરી લો. હું આ મણિ તમને દહેજમાં આપી દઇશ.

શ્રીકૃષ્ણએ કહ્યું, લગ્ન તો હું સત્યભામા સાથે કરી લઈશ, પરંતુ હું મણિ દહેજમાં આપીશ નહીં.

જો લગ્ન પ્રસંગમાં ધન વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય ત્યારે લગ્ન સંબંધ ખરાબ થઈ શકે છે. દહેજ એક એવી બીમારી છે જે સમાજમાં અનેક પરિવારોને બરબાદ કરી શકે છે. શ્રીકૃષ્ણ દહેજના વિરોધી હતાં.

બોધપાઠ- આપણાં સમાજમાં આજે પણ જ્યાં દહેજની લેવડ-દેવડ થઈ રહી છે, ત્યાં આ પ્રથાને બંધ કરવી જોઈએ. કન્યા કે વરની કોઈ કિંમત નથી. લગ્ન સંબંધ સમજદારી સાથે અને સમાનતા સાથે થવા જોઈએ, દહેજની સોદાબાજી સાથે નહીં.