તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, It Is Better To Get A Lot Of Knowledge That We Can Become Experts In One Thing

આજનો જીવનમંત્ર:વધારે જ્ઞાન પ્રાપ્ત કરવું તેના કરતાં વ્યક્તિએ કોઇ એક કામમાં નિષ્ણાત બનવું જોઇએ

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દેવગુરુ બૃહસ્પતિના પુત્ર મહર્ષિ ભારદ્વાજ હતાં. બાળપણથી જ ભારદ્વાજને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી. તેઓ ઇચ્છતા હતા કે તેમને દરેક વાતનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઇએ.

બૃહસ્પતિએ ભારદ્વાજને કહ્યું, વેદોમાં સંપૂર્ણ સૃષ્ટિનું જ્ઞાન વસેલું છે. જો તમે વેદ વાંચી લેશો તો સમજી લો સંપૂર્ણ પ્રકૃતિ તમે વાંચી લીધી, તમને બધું જ જ્ઞાન મળી જશે.

પિતાની વાત માનીને ભારદ્વાજ વેદ વાંચવા લાગ્યાં. તેમની સંકલ્પ શક્તિ અને અભ્યાસની ઇચ્છા જોઇને દેવરાજ ઇન્દ્ર ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ ભારદ્વાજ સામે પ્રકટ થઇને બોલ્યાં, હું તમારાથી ખૂબ જ પ્રસન્ન થયો છું. બોલો તમને શું આપી શકું છું?

ભારદ્વાજ બોલ્યા, જ્ઞાન ખૂબ જ છે, એટલે મને ઉંમર ઓછી લાગે છે. કૃપા કરીને મારી ઉંમર સો વર્ષ વધુ વધારી આપો.

દેવરાજ ઇન્દ્રએ ભારદ્વાજની ઉંમર સો વર્ષ વધારી દીધી. સો વર્ષ વિતી ગયા, પરંતુ ભારદ્વાજને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ શક્યું નહીં. ત્યારે તેમની ઉંમર બસો વર્ષ વધારી દીધી. પરંતુ તેમ છતાંય તેમનું જ્ઞાન અધૂરું રહ્યું. ત્યારે એક દિવસ ઇન્દ્રએ તેમને કહ્યું, ભારદ્વાજ સામે જુઓ, અહીં ત્રણ પહાડ છે. શું હું એક મુઠ્ઠી લઇને આ પહાડોની વ્યાખ્યા કરી શકું છું? નહીં, આ શક્ય નથી. ઠીક તેવી જ રીતે તમારું જ્ઞાન છે. આ સંસાર ખૂબ જ મોટો છે અને જ્ઞાનનો સંસાર અથાહ છે. એટલે જેટલી ઉંમર મળે છે, તેનો સદુપયોગ કરો અને તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ કરો. મને બધું જ જ્ઞાન મળી જશે, આ જિદ્દ પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં વિઘ્ન ઊભું કરે છે.

ઇન્દ્રની વાત માનીને ભારદ્વાજે સૂર્યની ઉપાસના કરી અને પોતાના જ્ઞાનને વ્યવસ્થિત કર્યું. તે પછી તેમનું વિદ્વાનોમાં નામ થયું.

બોધપાઠ- આ વર્તાનો બોધપાઠ એવો છે કે દરેક વાતનું જ્ઞાન પ્રાપ્ત કરી લો, તેના કરતાં સારું છે કે કોઇ એક કામમાં એક્સપર્ટ થઇ જાવ. નક્કી સમયે જ કોઇ કામમાં પારંગત થઇ જવું જોઇએ. સમયનો સદુપયોગ અને વિશેષજ્ઞતા, આ બે વાતોથી આપણે જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ.