• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Inspirational Story Of Sant Eknath, How We See Situations, It Depends Only On Our Thinking

આજનો જીવનમંત્ર:પરિસ્થિતિઓને આપણે કઈ રીતે જોઈએ છીએ, તે માત્ર આપણાં વિચારો ઉપર નિર્ભર કરે છે

9 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહારાષ્ટ્રના સંત એકનાથ ભક્તિ સાથે જ પોતાની વિનમ્રતા માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ હતાં. તેમનો નિયમ હતો, તેઓ રોજ ગોદાવરી નદીમાં સ્નાન કરવા માટે જતા હતાં. એક પઠાણ હતો જે રસ્તામાં બેઠો રહતો હતો, તે બધા જ આવતા-જતા લોકોને હેરાન કરતો હતો. એકનાથજીને વધારે હેરાન કરતો હતો.

મોટાભાગના લોકો તે પઠાણ સાથે ઝઘડવા લાગતાં હતાં, પરંતુ એકનાથજીએ તેમની પાસે ક્યારેય કશું જ માગ્યું નહીં. આ વાતથી પઠાણને વધારે ગુસ્સો આવી ગયો કે તે વ્યક્તિ મારી ઉપર ગુસ્સો કેમ કરતો નથી, બાકી બધા સાથે તો હું લડું છું, મને ગમે છે, પરંતુ આ વ્યક્તિનું શું કરું?

એક દિવસ એકનાથજી સ્નાન કરીને આવી રહ્યા હતાં ત્યારે પઠાણે પોતાના મોઢામાં પાણી ભર્યું અને તે પાણી એકનાથજી ઉપર થૂક્યું. એકનાથજી દૂષિત થઈ ગયાં. તેઓ ફરી ગોદાવરીમાં સ્નાન કરવા માટે જતાં રહ્યાં. પઠાણને થયું કે હવે વધારે થઈ રહ્યું છે, તેણે ફરી મોઢામાં પાણી ભર્યું અને એકનાથજી ઉપર થૂકી દીધું. તેઓ ફરી સ્નાન કરવા માટે જતાં રહ્યાં.

એવું કહેવાય છે કે પઠાણે 100થી વધારે વાર એકનાથજી ઉપર થૂક્યું અને દરેક સમયે એકનાથજી ચૂપચાપ નદીમાં સ્નાન કરવા માટે જતાં રહ્યાં. છેલ્લે પઠાણને થયું કે તેમનું કશું જ કરી શકશે નહીં. તેણે એકનાથજીને પ્રણામ કર્યા અને માફી માગી

પઠાણે કહ્યું, આજે મને એવું લાગ્યું કે ભગવાન છે અને માણસના સ્વરૂપમાં આવે છે. મેં બધાને તકલીફ આપી અને તેનાથી મારા અહંકારને ગમતું હતું, પરંતુ તમારી સામે હું હારી ગયો.

એકનાથજીએ કહ્યું, હું શું તમને માફ કરીશ, હું તો તમને ધન્યવાદ કહીશ કે તમારા કારણે પુણ્ય નદી ગોદાવરીમાં 100થી વધારે વાર મને સ્નાન કરવાની તક મળી. તમને ધન્યવાદ.

બોધપાઠ- એકનાથજીનો આ વ્યવહાર આપણને બોધપાઠ આપી રહ્યો છે કે આપણે પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છીએ, તે આપણી ઉપર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિના કારણે આપણને કોઈ તકલીફ થઈ રહી હોય તો તેમાં પણ આપણે પોઝિટિવ પક્ષ જોવો જોઈએ. આવું કરવાથી આપણે ગુસ્સો કરવાથી બચી જઈએ છીએ અને વિવાદ ઊઠતો નથી.