આજનો જીવનમંત્ર:લક્ષ્ય તરફ આગળ વધતી સમયે અનેક લાલચ મળશે, પરંતુ આગળ અટકવું જોઈએ નહીં

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં હનુમાનજી સમુદ્ર ઉપરથી ઉડીને દેવી સીતાની શોધમાં લંકા જઈ રહ્યા હતાં. રસ્તામાં સમુદ્રની વચ્ચેથી એક પર્વત બહાર આવ્યો જે સોનાનો હતો. તે પર્વતનું નામ મૈનાક પર્વત હતું.

મૈનાક પર્વતે હનુમાનજીને કહ્યું, તમે ઉડીને જઈ રહ્યા છો તો થોડીવાર મારા ઉપર આરામ કરી લો.

હનુમાનજીએ મૈનાક પર્વતને જોયો અને તેનો સ્પર્શ કરીને કહ્યું, તમે મારું આટલું ધ્યાન રાખ્યું અને મને આરામ કરવા માટે કહ્યું, તેના માટે ધન્યવાદ. પરંતુ હું હાલ રોકાઈ શકીશ નહીં. મારું લક્ષ્ય સીતાજીની શોધ કરવાનું છે. આ શ્રીરામનું કામ છે. જ્યાં સુધી હું મારું લક્ષ્ય પૂર્ણ કરી લઈશ નહીં, ત્યાં સુધી હું આરામ કરીશ નહીં.

મૈનાકે કહ્યું, હજું યાત્રા ખૂબ જ લાંબી છે. તમારે આરામ કરી લેવો જોઈએ.

હનુમાનજીએ કહ્યું, હજું મારી અંદર ખૂબ જ ઉત્સાહ છે. આ સમયે આરામ કરવાથી મને આળસ આવી જશે.

હનુમાનજી સમજી ગયા હતાં કે આ સોનાનો પર્વત છે. જો હું તેના ઉપર રોકાઈ જઈશ તો કોઈને કોઈ જગ્યાએ મારા જીવનમાં આળસ, ભોગ-વિલાસ ઉતરી શકશે. હનુમાનજીએ મૈનાકને ધન્યવાદ કહ્યું અને આગળ વધી ગયાં.

બોધપાઠ- જ્યારે આપણે કોઈ લક્ષ્ય તરફ આગળ વધીએ ત્યારે આપણને પણ ભોગ-વિલાસ, સુખ-સુવિધાના સાધન મળે છે. ક્યારેક કાર, મોબાઈલ, ટીવી જેવી વસ્તુઓ મૈનાક પર્વતની જેમ આપણને અટકાવે છે. બુદ્ધિમાની એવી હોવી જોઈએ કે તેનો સ્પર્શ કરો એટલે તેનો ઉપયોગ કરો અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી જાવ. થોડા લોકો આ વસ્તુઓમાં ગુંચવાયેલાં રહે છે અને રસ્તો ભટકી જાય છે.