આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ મોટું કામ કરવું હોય તો તેના માટે હોમવર્ક યોગ્ય રીતે કરવું જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણના સુંદરકાંડની ઘટના છે. વાનરોનું દળ સીતાની શોધ કરતા-કરતા દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચી ગયું હતું. તેમને જાણકારી મળી કે સીતાજી લંકાની અશોક વાટિકામાં છે ત્યારે પ્રશ્ન ઊઠ્યો કે લંકા કોણ જશે?

જામવંત, અંગદ અને બધા વાનરોએ લંકા જવા માટે હનુમાનજી તરફ જોયું. હનુમાનજી પણ આ મોટા અભિયાન માટે તૈયાર થઈ ગયાં. રામજીની સેના સૌથી વૃદ્ધ વ્યક્તિ જામવંતને પ્રણામ કર્યા પછી હનુમાનજી લંકા તરફ છલાંગ મારવા માટે તૈયાર હતાં.

હનુમાનજીએ અહીં-ત્યાં જોયું ત્યારે તેમની નજર દરિયા કિનારે એક નાના પહાડ ઉપર પડી. હનુમાનજી તે પહાડ ઉપર ચઢી ગયા અને પગ ઉપર દબાણ કરીને છલાંગ મારી દીધી. હનુમાનજીના દબાણથી પહાડ નીચે દબાઈ ગયો અને હનુમાનજી ઊડી ગયાં.

તે પછી હનુમાનજીને લોકોએ પૂછ્યું, તમે છલાંગ મારવા માટે પહાડને કેમ પસંદ કર્યો. તમે જ્યાં ઊભા હતાં, ત્યાંથી પણ છલાંગ મારી શકતા હતાં.

હનુમાનજીએ ઉત્તર આપ્યો, મેં પહાડ ઉપર ઊભા રહીને છલાંગ એટલે મારી કેમ કે છલાંગ જો લાંબી મારવી હોય તો પોતાનો આધાર મજબૂત હોવો જોઈએ. જો આધાર મજબૂત હશે નહીં તો છલાંગ મારવામાં ગડબડ થઈ શકે છે.

બોધપાઠ- હનુમાનજી અહીં આપણને બોધપાઠ આપે છે કે કોઈપણ કામની શરૂઆત કરતા પહેલાં આપણે તેનો આધાર મજબૂત કરી લેવો જોઈએ એટલે આપણે કામ સાથે જોડાયેલ બધું જ હોમવર્ક યોગ્ય રીતે કરી લેવું જોઈએ. જો હોમવર્ક યોગ્ય રીતે થઈ શકે નહીં તો કોઈ મોટું કામ હાથમાં લેવું જોઈએ નહીં. જીવનમાં અનેકવાર એવા પ્રયોગ કરવા પડી શકે છે, છલાંગ લગાવવી પડી શકે છે તો આધાર હંમેશાં મજબૂત જાળવી રાખવો જોઈએ. જો આધાર મજબૂત હશે નહીં તો મકાન પણ નબળું જ બનશે. મનુષ્ય જીવનમાં તેમનો આધાર બાળપણ છે. તૈયારીઓ બાળપણથી જ કરવી જોઈએ, ત્યારે જ જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.