• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Ilfe Management Tips By Pandit Vijay Shankar Mehta, Story Of Lord Krishna, Kans Vadh, Devki And Vasudev Story

આજનો જીવન મંત્ર:માતા-પિતાના રોજ આશીર્વાદ લો, તેઓ ભગવાનની જેમ પૂજનીય છે, આપણાં કારણે તેમને દુઃખ પહોંચે તો તે પાપ છે

2 વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • કંસ વધ પછી શ્રીકૃષ્ણ અને બલરામે સૌથી પહેલાં દેવકી અને વાસુદેવને કેદમાંથી મુક્ત કરાવ્યાં હતાં

વાર્તા- મહાભારતમાં શ્રીકૃષ્ણ અને બલરામને કંસે ગોકુળથી મથુરા બોલાવ્યાં હતાં. કંસ તેમની હત્યા કરવા માંગતો હતો. તે સમયે કંસે એક રંગશાળા બનાવી હતી. ત્યાં હાથીઓને દારૂ પીવડાવીને શ્રીકૃષ્ણ-બલરામ તરફ છોડી દીધા હતાં. બંનેએ મળીને બધા હાથીઓને મારી નાખ્યા હતાં. તે પછી શ્રીકૃષ્ણએ કંસનો પણ વધ કરી દીધો હતો. મથુરાના લોકો તેમનો જય-જયકાર કરી રહ્યા હતાં. બધાનું કહેવું હતું કે, હવે કૃષ્ણએ જ મથુરાના રાજા બનવું જોઇએ.

શ્રીકૃષ્ણએ કહ્યું, હું અને દાઊ, સૌથી પહેલાં કારાગાર જઇશું, જ્યાં અમારા માતા-પિતા દેવકી અને વાસુદેવને કેદ કરીને રાખવામાં આવ્યાં છે. તેમને છોડાવીશું. બંને ભાઈ દોડીને કારાગાર પહોંચ્યાં. જ્યારે દેવકી-વાસુદેવે તે બંનેને જોયા, ત્યારે તેઓ સમજી ગયા કે તેમના બાળકો આવી ગયા છે.

તે સમયે શ્રીકૃષ્ણએ હાથ જોડીને માતા-પિતાને કહ્યું, '11 વર્ષ થઇ ગયા છે. જન્મ સમયે જ મને ગોકુળમાં મોકલી દેવામાં આવ્યો. આ 11 વર્ષમાં કંસે તમને ખૂબ જ કષ્ટ આપ્યો છે. તે મને મારવા માંગતો હતો, પરંતુ તકલીફ તમને આપી. મારી નજરમાં સૌથી મોટું પાપ તે છે, જ્યારે કોઇ સંતાનના કારણે તેના માતા-પિતાએ દુઃખનો સામનો કરવો પડે છે. બાળકનું કર્તવ્ય છે કે તે માતા-પિતાને સુખ આપે અને તેમની સેવા કરે. અમે એટલાં માટે જ સૌથી પહેલાં તમારી પાસે આવ્યાં છીએ, હવે તમે જે નિર્ણય લેશો, તેનું પાલન કરવામાં આવશે.'

બોધપાઠ- ક્યારેય એવું કામ કરવું જોઇએ નહીં, જેના કારણે માતા-પિતાને કષ્ટ થાય. દરેક કામ તેમની આજ્ઞા લઇને કરો. રોજ તેમને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ સાથે જ દિવસની શરૂઆત કરો. ત્યારે જ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.