તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Husband Wife Relationship Is Based On Trust, Do Not Cheat With Each Other In Married Life

આજનો જીવનમંત્ર:પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ ઉપર ટકેલો હોય છે, તેમાં એકબીજા સાથે દગો ન કરો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- શાસ્ત્રોમાં ચંચુલા અને બિંદુકની વાર્તા જણાવવામાં આવી છે. ચંચુલા અને બિંદુક બંને પતિ-પત્ની હતાં. લગ્ન પછી જ બિંદુક ચંચુલાની ઉપેક્ષા કરતો હતો અને તેનો રસ અન્ય સ્ત્રીઓમાં રહેતો હતો.

બિંદુક આચરણથી ખૂબ જ ખરાબ થઈ ગયો હતો. ઘણાં સમય સુધી તો ચંચુલાએ ધૈર્ય રાખ્યું, પતિને સુધારવાની કોશિશ કરી, પરંતુ બિંદુક સુધર્યો નહીં. તે પછી ચંચુલા પણ પોતાના આચરણને બચાવી શકી નહીં અને તેણે પણ અન્ય પુરૂષો સાથે સંબંધ બાંધી લીધા.

બીમારીના કારણે બિંદુક મરી ગયો. ચંચુલા એકલી રહી ગઈ, તેને વિચાર આવ્યો કે મેં પણ પતિની જેમ જ ખરાબ કામ કર્યાં છે. તે પછી ચંચુલાએ શિવપુરાણની કથા સાંભળી અને તેને જ્ઞાન મળ્યું કે શિવ ચારિત્ર્ય મનને શાંતિ રહેતા શીખવાડે છે. તે શિવજીની ભક્ત થઈ ગઈ.

ચંચુલાનું મૃત્યુ થઈ ગયું ત્યારે તેની આત્મા શિવ લોક પહોંચી. ત્યાં દેવી પાર્વતીએ ચંચુલાનો પક્ષ લીધો અને શિવજીને કહ્યું, આ સ્ત્રીનો દોષ તો છે, તેણે પણ પતિની જેમ ખરાબ કામ કર્યાં છે, પરંતુ તમારે તેને મોક્ષનું વરદાન આપવું જોઈએ, કેમ કે સ્ત્રીનો શું દોષ, જો તેનો પતિ જ તેની ઉપેક્ષા કરે. પુરૂષને એવી સ્વતંત્રતા આપવી જોઈએ નહીં કે તે પોતાના અને અન્યના શરીરનો ખોટો ઉપયોગ કરે. સ્ત્રીઓ પણ મનુષ્ય છે અને તે પણ ભટકી શકે છે.

તે પછી શિવજી અને દેવી પાર્વતીએ બિંદુક-ચંચુલાને કહ્યું, લગ્નજીવનમાં પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રામાણિકતા રાખવી જોઈએ.

બોધપાઠ- પતિ-પત્ની એકબીજાનો વિશ્વાસ તોડશે તો સંબંધ તૂટી શકે છે. પતિ-પત્નીએ એકબીજાને દગો આપવો જોઈએ નહીં. પ્રામાણિકતા અને વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.