આજનો જીવનમંત્ર:પૂજા-પાઠ કરવાના છે એવું વિચારીને કરવા જોઈએ નહીં, પૂજા મનથી કરવી જોઈએ

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

ગુરૂ ગોવિંદ સિંહજીને ઘેરીને તેમના શિષ્ય બેઠા હતાં અને વાતચીત ચાલી રહી હતી. બધા પોત-પોતાની સાધના પદ્ધતિ જણાવી રહ્યા હતાં. કોઈ કહેતું હતું કે હું તો માત્ર સેવાનું કામ કરું છું, કોઈ કર્મને જ પૂજા માનતું હતું.

મોટાભાગના લોકો કહેતા હતા, ગુરુજી, તમે કહો છો કે જાપ કરો, અમે કરીએ છીએ, પરંતુ અમે જોયું કે જાપમાં મન લાગતું નથી અને અમે જે જાપ કરીએ છીએ, તેનો કોઈ લાભ મળતો નથી તો શું ફાયદો આવો જાપ કરવાથી?

હસીને ગુરુ ગોવિંદ સિંહજીએ કહ્યું, ચાલો એક પ્રયોગ કરીએ છીએ.

ગુરુ ગોવિંદ સિંહજીએ એક મોટા વાસણમાં દારૂ મંગાવી હતી. બધા આશ્ચર્ય હતાં. દારૂ કેમ મંગાવી રહ્યા છો? ગુરુજીએ કહ્યું, એક કામ કરો, તેમાંથી એક-એક ઘૂંટ બધા પીવો, પરંતુ તેને અંદર ઉતારશો નહીં. માત્ર મોઢામાં ફરી રાખવાનું છે. આ વાસણને ખાલી કરી દો.

બધાએ એટલો જ દારૂ લીધો, જેટલો મોઢામાં રાખી શકાય છે. ગુરુજીએ કહ્યું, હવે થૂકી દો. બધાએ દારૂ થૂકી દીધી. પછી ગુરુજીએ પૂછ્યું, દારૂનું વાસણ ખાલી થઈ ગયું? બધાએ કહ્યું, હા ખાલી થઈ ગયું.

ગુરુજીએ પછી પૂછ્યું, શું તમને લોકોને નશો ચઢ્યો?

આ સવાલના જવાબમાં બધાએ કહ્યું, નશો કેવી રીતે ચઢે? તમે કીધું હતું કે અંદર ઉતારવાનો નથી, માત્ર મોઢામાં રાખવાનો છે. એટલે અમે મોઢામાં રાખીને થૂકી દીધો. તે પછી પાણીથી પણ મોઢું ધોઈ લીધું તો નશો કેવી રીતે ચઢી શકે છે.

ગુરુ ગોવિંદ સિંહજીએ કહ્યું, સાચી વાત છે, જ્યારે દારૂ અંદર ગયો જ નથી તો નશો ચઢાવાનો સવાલ જ ઊભો થતો નથી. જ્યારે જાપ અંદર ગયો નથી. જે જાપ તમે કરી રહ્યા છો, તે અંદર ઉતરશે જ નથી તો નશો કેવી રીતે ચઢશે? એટલે પૂજા-પાઠને હ્રદયમાં ઉતારો, ત્યારે દુનિયામાં તેની અસર જોવા મળશે.

બોધપાઠ- આપણે પૂજા-પાઠ, જાપ વગેરે આદતની જેમ કરવો જોઈએ નહીં, આ કામ કરવાનું છે, માત્ર એટલે ન કરો. પૂજન કર્મ સંપૂર્ણ મનથી કરવું જોઈએ, ત્યારે લાભ મળી શકે છે.