આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઈ મોટું કામ કરવું હોય તો નાની-નાની વાતોમાં મુંજાવું નહીં

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં હનુમાનજી લંકા તરફ ઊડી રહ્યા હતાં, તે સમયે દેવતાઓએ વિચાર કર્યો કે હનુમાનજીની પરીક્ષા લેવી જોઈએ કે લંકા જઈને તેઓ સફળ થઈ શકશે કે નહીં.

દેવતાઓએ સાપની માતા સુરસાને આ કામ માટે મોકલ્યાં. સુરસા માયાવી રાક્ષસ હતી. તેણે હનુમાનજીને જોયા અને પોતાનો મોઢું મોટું કરી લીધું અને કહ્યું, તમે મારું ભોજન છો.

હનુમાનજી ખૂબ જ વિનમ્રતા સાથે કહે છે, હું શ્રીરામના કામ માટે જઈ રહ્યો છું. તેમની સૂચના સીતાજીને પહોંચાડીશ અને સીતાજીની સૂચના શ્રીરામને પહોંચાડીને હું તમારી પાસે આવી જઈશે. તે પછી તમે મારું સેવન કરી લેજો.

સુરસાએ હનુમાનજીની વાત માની નહીં અને રસ્તો રોકી લીધો. સુરસાએ પોતાનું મોં વધારે મોટું કરી લીધું તો હનુમાનજી તેનાથી બેગણા મોટા થઈ ગયાં. ત્યારે હનુમાનજીએ વિચાર કર્યો કે હું મોટો કે તે મોટાના ઝઘડામાં કશું જ પ્રાપ્ત થશે નહીં. મારું લક્ષ્ય તો સીતાજીની શોધ માટે લંકા જવાનું છે. જો આ સમયે હું આ ઝઘડો કરશ તો મારી ઊર્જા અને મારો સમય ખરાબ થઈ જશે.

આવો વિચાર કરીને હનુમાનજીએ તરત પોતાનો આકાર એકદમ નાનો કરી લીધો અને સુરસાના મુખમાં જઈને પાછા બહાર આવી ગયાં. જ્યારે સુરસાએ હનુમાનજી બહાર આવતા જોયા ત્યારે તેઓ સમજી ગયા અને તેમણે કહ્યું, હું જાણું છું કે તમારી અંદર બુદ્ધિ પણ છે અને બળ પણ છે. તમે લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો.

બોધપાઠ- આ ઘટના આપણને બોધ આપી રહી છે કે જ્યારે કોઈ મોટું લક્ષ્ય હોય તો ખોટી વાતોમાં સમય અને ઊર્જા નષ્ટ ન કરવી. આપણે નાના-નાના વિઘ્નોમાં પડવું જોઈએ નહીં. હનુમાનજીએ આપણને જણાવ્યું કે જેમ સુરસા સામે તેમને પોતાનું લક્ષ્ય યાદ હતું, તે જ પ્રકારે આપણે પણ આપણાં લક્ષ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ.