આજનો જીવનમંત્ર:જો આપણી આસપાસ કોઈ ભૂખ્યું છે તો સૌથી પહેલાં તેને ભોજન આપવું જોઈએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- ભગવાન બુદ્ધનો એક શિષ્ય રસ્તા ઉપર પડેલાં એક ભિથારીને હલાવી રહ્યો હતો. તે ભિખારી બેભાન હતો. આજુબાજુ અનેક લોકો એકઠા થઈ ગયાં. જ્યારે તે થોડો ભાનમાં આવ્યો ત્યારે બુદ્ધના શિષ્યએ તેને કહ્યું, અહીં પડ્યા-પડ્યા જીવન પૂર્ણ થઈ જશે, આ રીતે જ મરી જશો. અંતિમ સમયમાં થોડી સારી વાતો સાંભળી લો, ઉપદેશ પ્રાપ્ત કરી લો. ચાલો મારી સાથે, હું તમને ભગવાન બુદ્ધ પાસે લઈ જાઉ છું. જ્યારે તમે તેમને સાંભળશો તમારો દુખાવો દૂર થઈ જશે.

તે ભિખારી એટલો લાચાર હતો કે પડખું પણ ફેરવી શકતો નહોતો. તે શિષ્ય તે ભિખારીને ઉપાડી શક્યો નહીં. શિષ્યએ કહ્યું, તમે અહીં રહો, હું ભગવાન પાસે જાવ છું, તેમને સૂચના આપું છું, તેઓ કઇંક જરૂર કરશે.

શિષ્ય બુદ્ધ પાસે પહોંચ્યો અને બુદ્ધને તે ભિખારીની સ્થિતિ જણાવી અને કહ્યું, મેં આ કોશિશ કરી છે કે હું તેને તમારી પાસે લઈને આવ્યું, અંતિમ સમયમાં તે પણ તમારા ઉપદેશ સાંભળી લેશે, પરંતુ તે લાચાર છે, અહીં આવી શકશે નહીં. તમે જ જણાવો હવે શું કરી શકાય?

બુદ્ધે કહ્યું, કરવાનું શું છે, ચાલો આપણે જ તેની પાસે જઈએ.

બુદ્ધ ત્યાં ગયાં. આસપાસ અનેક લોકો ભેગા થઈ ગયાં હતાં. બધાએ વિચાર્યું કે બુદ્ધ ઉપદેશ આપશે તો આપણે પણ સાંભળી લેશું. બુદ્ધે કહ્યું, પહેલાં થોડા ભોજનની વ્યવસ્થા કરો અને તેને ભોજન આપો.

ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને જેવું તે ભોજન તે ભિખારીને પેટમાં ગયું, તે સૂઈ ગયો. બધાએ કહ્યું કે આ તો સૂઈ ગયો. બુદ્ધે કહ્યું, આપણું કામ થઈ ગયું. ચાલો હવે અહીંથી જઈએ.

તે શિષ્યએ અને આસપાસ ઊભેલા લોકોએ બુદ્ધને કહ્યું, કેવો મૂર્ખ છે આ, ભોજન કરીને સૂઈ ગયો. તમે અહીં હતાં, તેણે ઉપદેશ પણ લીધો નહીં.

બુદ્ધે કહ્યું, ઠીક છે કોઈ વાંધો નથી, આ વ્યક્તિ ઘણાં દિવસોથી ભૂખ્યો હતો. તે ભૂખથી મરી રહ્યો હતો. તેના માટે સૌથી મોટો ઉપદેશ એ જ છે કે સૌથી પહેલાં તેનું પેટ ભરવામાં આવે. જો કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તો તે ધર્મનો મર્મ સમજી શકશે નહીં. તમે લોકો આ જ ભૂલ કરી રહ્યા છો. સૌથી પહેલાં વ્યક્તિની જે જરૂરિયાત છે, તેને પૂર્ણ કરવી જોઈએ, તેના પછી જ જ્ઞાનની વાતો કરવી જોઈએ.

બોધપાઠ- આપણે ધર્મના નામે ગમે તેટલાં કર્મ કરીએ, પરંતુ સૌથી પહેલાં એ જુઓ કે આપણી આસપાસ કોઈ ભૂખ્યું ન રહે. કોઈનું પેટ ભર્યા પછી જ તેનું હ્રદય ભરાઈ શકે છે.