આજનો જીવનમંત્ર:આપણાં કામથી બંને પક્ષનું ભલું થાય, હંમેશાં એવો નિર્ણય લેવો જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ અને હનુમાનજીની પહેલી મુલાકાતમાં થોડા એવાં સંદેશ છે, જે આજે પણ આપણાં માટે કામ આવી શકે છે. શ્રીરામ હનુમાનજીને પોતાની તકલીફ જણાવી ચૂક્યા હતાં કે મારી પત્ની સીતાનું એક રાક્ષસે અપહરણ કર્યું છે. અમે સીતાની શોધ કરી રહ્યા છીએ, પરંતુ અમને કોઈ જાણકારી મળી રહી નથી.

શ્રીરામની વાત સાંભળ્યા પછી હનુમાનજીએ કહ્યું, હું વાનરોના રાજા સુગ્રીવનો દૂત છું. મારા રાજાની પરેશાની એ છે કે તેમનો મોટો ભાઈ વાલિ તેમને મારવા માટે શોધી રહ્યો છે. તમે બંને પોત-પોતાની રીતે પરેશાન છો. તમે મારા પૂજ્ય છો, હું તમને નિવેદન કરીશ કે તમે સુગ્રીવ સાથે મિત્રતા કરી લો. તેમને અભય દાન આપી દો. તમે સુગ્રીવને આશ્વાસન આપો કે વાલિ તેમને મારી શકશે નહીં. તે પછી સુગ્રીવ તમને આ સેવા ભેટ કરશે કે સીતાજીની શોધમાં વાનર સેનાને મોકલવામાં આવશે.

શ્રીરામજીએ હનુમાનજીની વાત સાંભળી અને ધીમેથી લક્ષ્મણને કહ્યું, આને કહેવાય, ત્વરિત બુદ્ધિ અને દૂરદર્શિતા. હનુમાને મારી સમસ્યા સાંભળી અને સુગ્રીવની સમસ્યા તો તેઓ જાણતાં જ હતાં. બંનેની સમસ્યાઓ એક સાથે કેવી રીતે દૂર થઈ શકે છે, તેનું સમાધાન પણ હનુમાનજીએ શોધી લીધું.

હનુમાનજી જેવા લોકો અન્યનું સારું ઇચ્છે છે અને કોઈપણ કામને તરત અંજામ સુધી પહોંચાડે છે.

બોધપાઠ- હનુમાનજીની કાર્યશૈલીથી આપણને બોધપાઠ મળી શકે છે કે બંને પક્ષનું ભલુ થાય, હંમેશાં તેવા જ કામ કરવા જોઈએ. એકની સમસ્યામાં અન્યનું સમાધાન અને બીજાની સમસ્યામાં પહેલાનું સમાધાન શોધવું જોઈએ. તેને જ દૂરદર્શિતા અને બુદ્ધિમાની કહેવાય.