વાર્તા- અયોધ્યામાં 14 વર્ષ પછી શ્રીરામ પાછા આવી રહ્યા હતાં. આ વાતની સૂચના હનુમાનજી નંદીગ્રામમાં ભરતજીને આપી ચૂક્યાં હતાં. ભરત ખૂબ જ પ્રસન્ન હતાં.
સૂચના મળ્યા પછી ભરતે પહેલું કામ એ કર્યું કે તેઓ રાજમહેલ પહોંચ્યા અને ત્રણેય માતાઓ કૌશલ્યા, કૈકયી અને સુમિત્રાને આ વાત જણાવી. પછી ગુરુજન, મંત્રી અને અન્ય લોકોને જણાવ્યું કે શ્રીરામ પાછા આવી રહ્યા છે. બધા જ પ્રસન્ન હતાં, વ્યવસ્થાઓ કરવામાં આવી.
બધા જ લોકોએ ભરતની પ્રશંસા કરી કે તમે ખૂબ જ ધૈર્ય સાથે નંદીગ્રામમાં તપ કર્યું, આ તે વાતનું જ ફળ છે કે આજે શ્રીરામ પાછા ફરી રહ્યા છે. ભરતે કહ્યું કે શ્રીરામનું સ્વાગત હું એકલો નહીં, પરંતુ આપણે બધા મળીને કરીશું. મને તો મોટા ભાઈ સામે જવામાં શરમ આવે છે, કેમ કે તેમનો આ વનવાસ મારા કારણે થયો છે.
બોધપાઠ- આ પ્રસંગમાં જે સૌથી સારો બોધ એ છે કે શ્રીરામના આવવાની જાણ જ્યારે ભરતને થઈ ત્યારે તેમણે સૌથી પહેલાં આ વાત ત્રણેય મહિલાઓને જણાવી. આપણાં પારિવારિક જીવનમાં જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે સૌથી પહેલાં પરિવારના દરેક સભ્યને તેની સૂચના આપવી જોઈએ. થોડા લોકો અનેક વિષયો ઉપર ઘરના લોકો સાથે વાત કરતા નથી અને અચાનક સૂચના આપે છે. પરિવારમાં મહિલાઓ અને પુરૂષોની વચ્ચે ભેદભાવ કરવો જોઈએ નહીં. પરિવારમાં બધા જ સભ્યો સમાન હોય છે. મહિલાઓએ પણ ઘરની દરેક વાતની જાણકારી આપવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.