• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Family Management Tips, We Should Be Loving With Everyone In Family, Story Of Pundrik And God Vitthal

આજનો જીવનમંત્ર:જો આપણે માતા-પિતા સાથે જ અન્ય લોકોની પણ સેવા કરીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે

13 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહારાષ્ટ્રના પંઢરપુરના પુંડરીક સાથે જોડાયેલો કિસ્સો છે. પંઢરપુરના પુંડરીક ભગવાન વિટ્ઠલના પરમ ભક્ત હતાં. તેઓ હંમેશાં ભગવાનનું સ્મરણ કરતા રહેતા હતાં. તેઓ એટલા સરળ અને સહજ હતા કે બધા લોકોની સેવા માટે હંમેશાં તત્પર રહેતા હતાં. તેમની આસપાસ એટલી પોઝિટિવ ઊર્જા રહેતી હતી કે જે કોઈ તેમના સંપર્કમાં આવે, તેઓ તેમનાથી પ્રભાવિત થઈ જતાં હતાં.

પુંડરીક પોતાના માતા-પિતાની ખૂબ જ સેવા કરતા હતાં. ભગવાન વિટ્ઠલ પણ પુંડરીકની સેવા ભાવનાથી ખૂબ જ પ્રસન્ન હતાં અને તેઓ તેમના ઘરે પણ આવતા હતાં. વિટ્ઠલજીને વિઠોબા અને પાંડુરંગના નામથી પણ ઓળખવામાં આવે છે. માત્ર પુંડરીક જાણતા હતા કે તેમના ઘરે ભગવાન વિટ્ઠલ રોજ આવે છે, કઈંક માગતા અને તેમને કશુંક આપીને પણ જતા હતાં.

એક દિવસ પુંડરીક પોતાના માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતા અને તે સમયે ભગવાન વિટ્ઠલ પણ તેમના દ્વારે આવી ગયાં. ભગવાને દ્વાર પરથી જ અવાજ કર્યો, પુંડરીક હું આવી ગયો છું.

પુંડરીક માતા-પિતાની સેવામાં હતા એટલે તેમણે કોઈ ઉત્તર આપ્યો નહીં. ઘણો સમય થઈ ગયો. ભગવાને ફરી અવાજ કર્યો, અરે ભાઈ પુંડરીક, હું રાહ જોઈ રહ્યો છું.

પુંડરીકે કહ્યું, ઊભા રહો ત્યાં, હું થોડીવાર પછી આવીશ

થોડીવાર ભગવાન ત્યાં ઊભા રહ્યા અને પછી તેમણે અવાજ કર્યો, પુંડરીક હવે તો આવી જાવ.

પુંડરીકે વિચાર્યું કે ભગવાનને ઊભા રહેવામાં મુશ્કેલી થઈ રહી છે. તેમણે પત્થરનો એક ટુકડો લીધો અને દ્વાર તરફ ફેંકીને કહ્યું, સાંભળો જ્યાં સુધી હું આવું નહીં, તમે આ પત્થર ઉપર જ ઊભા રહો વિટ્ઠલ

એક ભક્ત પુંડરીકે પોતાના ભગવાનને આદેશ આપ્યો, કેમ કે તેઓ તે સમયે માતા-પિતાની સેવા કરી રહ્યા હતાં. ભક્ત જો સરળ અને સહજ છે તો પરમાત્મા પણ તેમની વાત માને છે. એવું કહેવાય છે કે ભગવાન વિટ્ઠલ તે પત્થર ઉપર ઊભા થઈ ગયા અને રાહ જોવા લાગ્યાં. માતા-પિતાની સેવા કર્યા પછી પુંડરીક ભગવાન વિટ્ઠલને મળવા જાય છે.

પંઢરપુરમાં ભગવાન વિટ્ઠલની જે મૂર્તિ છે, તેના અંગે એવું કહેવાય છે કે ભગવાન આજે પણ તે પત્થર ઉપર ઊભા છે.

બોધપાઠ- આ વાર્તા આપણને બોધપાઠ આપી રહી છે કે સરળતા અને સહજતા સાથે ભગવાન પણ બંધાઈ જાય છે તો ઘર-પરિવારમાં સરળતા અને સહજતા રાખશો તો સંબંધ સારા જળવાયેલાં રહેશે.