તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:પતિએ પત્નીના કામમાં મદદ કરતા રહેવું જોઈએ, આવું કરવાથી લગ્નજીવન સુખી બની રહે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વનવાસમા હતાં ત્યારે કુટિયા બનાવીને રહેતાં હતાં. સીતાજીનો નિયમ હતો કે તેઓ સવારે ફૂલ વીણતાં અને તે પછી શ્રીરામનો શ્રૃંગાર કરતાં હતાં, કેમ કે શ્રીરામ તેમના માટે માત્ર પતિ નહીં, પરમાત્મા સ્વરૂપ હતાં.

એક દિવસ સીતાજીને જોઈને આશ્ચર્ય થઈ ગયા કે જે કામ તેઓ કરતાં હતાં, તે કામ શ્રીરામજી કરી રહ્યા હતાં. શ્રીરામજીએ ફૂલ વીણ્યાં અને તેના ઘરેણાં બનાવીને સીતાજીને પહેરાવી દીધાં.

સંકોચમાં આવીને સીતાજીએ પૂછ્યું, આજે તમે આ કામ કેમ કરી રહ્યા છો? મારું કામ તમે કરી રહ્યા છો.

શ્રીરામ બોલ્યાં, સીતા, તમારું મહત્ત્વ તેટલું જ છે, જેટલું મારું છે. પતિ-પત્ની પોતાના કામનું વિભાજન પોતાના જીવનની જરૂરિયાતો પ્રમાણે કરે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે જે કામ તમે કરો, તે હું પુરૂષ કે પતિ થઈને ન કરું.

સીતાજીને સમજાઈ ગયું કે રામ લગ્નજીવન પ્રત્યે કેટલી ઊંડી દૃષ્ટિ રાખે છે.

બોધપાઠ- ઘરમાં એવા વિચાર યોગ્ય નથી કે આ કામ માત્ર મહિલાઓ જ કરશે અથવા આ કામ માત્ર પુરૂષ જ કરશે. ક્યારેક-ક્યારેક ભૂમિકાઓ બદલવાથી લગ્નજીવનમાં તાજગી આવી જાય છે. જે કામ ઘરની મહિલાઓ કરે છે, તે કામ ક્યારેક-ક્યારેક પુરૂષ કરશે તો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાયેલો રહેશે.