આજનો જીવનમંત્ર:લગ્ન સમજી-વિચારીને કરવા જોઈએ, નહીંતર આખું જીવન પરેશાન જ રહેશો

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી સમર્થ રામદાસજીના બાળપણનું નામ રામાયણ હતું. તેમની માતાની અનેક ઇચ્છાઓ હતી કે હું તેમના લગ્ન કરાવી દઉ અને ઘરમાં એક વહુ આવી જાય. નારાયણ બાળપણથી જ સાધુઓની જેમ રહેવાં લાગ્યાં હતાં. તેમનો મોટાભાગનો સમય ધ્યાન અને પૂજામાં પસાર થતો હતો.

સંત સ્વભાવના કારણે નારાયણની માતા ચિંતિત રહેતી હતી કે જો તેઓ વધારે પૂજાપાઠ કરવા લાગશે તો લગ્ન કરશે નહીં. નારાયણના લગ્ન 12 વર્ષની ઉંમરમાં જ નક્કી કરી દેવામાં આવ્યાં અને વરઘોડો તૈયાર થઈ ગયો.

લગ્નનું આયોજન શરૂ થયું. બ્રાહ્મણોએ મંગલાષ્ટક વાંચવાનું શરૂ કર્યું. તેમાં થોડા શબ્દ આવ્યાં શુભ, મંગલ, સાવધાન. નારાયણે સાવધાન શબ્દ સાંભળ્યો ત્યારે તેમના મનમાં અચાનક એક વાત આવી.

નારાયણે વિચાર્યું કે આ સાવધાન શબ્દ મારા માટે કહેવામાં આવી રહ્યો છે. હવે સંસારિક બંધનમાં બંધાવું પડશે. ગૃહસ્થીમાં ગુંચવાયેલો રહીશ પરંતુ મારી વૃત્તિ એવી નથી. આવું વિચારીને તેઓ તરત જ ઊભા થયા અને ત્યાંથી રવાના થઈ ગયાં.

કહેવાય છે કે તે પછી તેમણે જે પણ તપ-તપસ્યા કરી, તેમના કારણે દુનિયા તેમને સ્વામી સમર્થ રામદાસના નામે ઓળખે છે.

બોધપાઠ- આ ઘટના આપણને બે સંદેશ આપી રહી છે. લગ્ન ન કરવામાં આવે અથવા લગ્ન કેમ કરવા? સ્વામી સમર્થ રામદાસે પોતાના આચરણથી એકવાત જણાવી છે જો આપણે માનસિક રીતે તૈયાર નથી તો લગ્ન કરવા જોઈએ નહીં. જો લગ્ન કરી રહ્યા છો તો યોગ્ય રીતે સમજી-વિચારીને કરવા જોઈએ. જો સમજણ વિના લગ્ન કરી લઈશું તો લગ્નજીવનમાં દુઃખ જ મળશે. એટલે લગ્ન સમજી-વિચારીને અને મનથી પ્રસન્ન રહીને કરવા જોઈએ.