તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- મહાભારતમાં કુંતી પોતાના પાંચ પુત્રો સાથે વનમાં રહેતી હતી, કેમ કે ધૃતરાષ્ટ્ર ઇચ્છતાં ન હતાં કે પાંડુ પુત્રોને રાજ્ય મળે. ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન અધર્મી હતો. તે હંમેશાં જ પાંડવ પુત્રોને પરેશાન કરતો હતો.
કુંતીના પતિ પાંડુ શ્રાપના કારણે મૃત્યુ પામ્યાં હતાં. પાંડુની બીજી પત્ની માદ્રીનું પણ મૃત્યુ થઇ ગયું હતું. ત્રણ પુત્ર કુંતીના અને બે પુત્ર માદ્રીના હતાં. બધા પાંચેય પુત્રોનો ઉછેર કુંતીએ જ કર્યો હતો.
કુંતી જાણતી હતી, જંગલમાં કોઇ સુખ-સુવિધા તો મળશે નહીં, એટલે કુંતીએ પાંચેય બાળકોનો ઉછેર એવી રીતે કર્યો કે તેઓ ધર્મનું પ્રતીક બની ગયાં. મહાભારત યુદ્ધમાં જ્યારે શ્રીકૃષ્ણએ નિર્ણય લીધો કે તેઓ કોના પક્ષમાં રહેશે, ત્યારે તેમણે ધર્મ માર્ગ પર ચાલી રહેલાં પાંડવ પુત્રનો સાથ આપ્યો.
રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના સો પુત્ર હતાં. બધા પુત્રોને સુખ-સુવિધાની દરેક વસ્તુઓ મળી રહી હતી, પરંતુ રાજા અને રાણીએ પોતાના બાળકોને સારા સંસ્કાર આપ્યાં નહીં. જેના કારણે બધા અધર્મી થઇ ગયાં. બાળકોના મોહમાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને યોગ્ય-અયોગ્યનું અંતર જણાવ્યું નહીં. આ એક ભૂલના કારણે સંપૂર્ણ કૌરવ વંશ નષ્ટ થઇ ગયો.
બોધપાઠ- કુંતીએ પાંચેય પુત્રોનો ઉછેર અભાવમાં કર્યો, પંરતુ સારા સંસ્કાર આપ્યાં. ધર્મ શું છે, તે સમજાવ્યું. આ કારણે તેઓ બધા પાંડવ શ્રીકૃષ્ણના પ્રિય બની ગયાં. આપણે પણ બાળકોને સુખ-સુવિધા સાથે સારા સંસ્કાર આપવા જોઇએ. ત્યારે જ તેનું ભવિષ્ય સારું બની શકે છે. જો બાળકોના ઉછેરમાં બેદરકારી કરવામાં આવે તો તેમનું સંપૂર્ણ જીવન ખરાબ થઇ શકે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.