તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Family Management Tips From Mahabharata, Arjun And Subhadra, Abhimanyu In Chakrayuh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:માતા-પિતાની નાની ભૂલની કિંમત બાળકોએ જીવનભર ચૂકવવી પડે છે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • મહાભારતમાં સુભદ્રાએ બેદરકારી કરી હતી, જેના કારણે અભિમન્યુ ચક્રવ્યૂહમાં મૃત્યુ પામ્યો હતો

વાર્તા- મહાભારતમાં અર્જુન અને સુભદ્રા પતિ-પત્ની હતાં. સુભદ્રા શ્રીકૃષ્ણની બહેન હતાં. જ્યારે સુભદ્રા ગર્ભવતી હતી, ત્યારે એક દિવસ અર્જુન ચક્રવ્યૂહ ભેદવાની વિધિ સમજાવી રહ્યો હતો. ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ આ વિધિ ધ્યાનથી સાંભળી રહ્યું હતું.

અર્જુને ચક્રવ્યૂહની અડધી વિધિ જણાવી દીધી હતી, ત્યારે સુભદ્રાને ઊંઘ આવી ગઇ. માતાને ઊંઘ આવી જવાના કારણે ગર્ભમાં ઉછરી રહેલું બાળક અડધી વિધિ સમજી શક્યું નહીં. જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે તેનું નામ અભિમન્યુ રાખવામાં આવ્યું.

કૌરવ અને પાંડવના યુદ્ધમાં 13માં દિવસે દ્રોણાચાર્યે ચક્રવ્યૂહની રચના કરી હતી. આ વ્યૂહને માત્ર અર્જુન જ ભેદી શકતો હતો. પરંતુ, તે સમયે અર્જુન કોઇ અન્ય સાથે યુદ્ધ કરી રહ્યા હતાં. ત્યારે યુધિષ્ઠિરે અભિમન્યુને કહ્યું કે તુ આ ચક્રવ્યૂહ ભેદી શકે છે.

અભિમન્યુએ યુધિષ્ઠિરને કહ્યું, હું ચક્રવ્યૂહ ભેદી તો શકું છું, પરંતુ મને પાછા આવવાની વિધિ જાણ નથી. કેમ કે, જ્યારે મારા પિતા માતા સુભદ્રાને ચક્રવ્યૂહની વિધિ જણાવી રહ્યા હતાં, ત્યારે અડધી વિધિ પછી માતાને ઊંઘ આવી ગઇ હતી.

યુધિષ્ઠિરે ભીમ અને અન્ય યોદ્ધાઓને અભિમન્યુની મદદ માટે સાથે મોકલ્યાં. અભિમન્યુ ચક્રવ્યૂહ ભેદીને અંદર પ્રવેશ કરી ગયો, પરંતુ ભીમ અને અન્ય યોદ્ધાઓએ જયદ્રથને બહાર જ રોકી દીધો. ચક્રવ્યૂહમાં અભિમન્યુ એકલો ફસાઇ ગયો અને માર્યો ગયો.

બોધપાઠ- આ ઘટનાથી આપણને એવો બોધપાઠ મળે છે કે, બાળકના ઉછેરમાં માતા-પિતાએ ખૂબ જ સાવધાન રહેવું જોઇએ. ઊંઘ આવવાનો અર્થ છે કે માતા-પિતા બેદરકાર છે. આવી ભૂલની કિંમત બાળકોએ ચૂકવવી પડે છે એટલે માતા-પિતાએ બેદરકારીથી બચવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો