વાર્તા- ઘટના ત્યારની છે, જ્યારે મહાભારતમાં દુર્યોધનના કારણે પાંડવોને વનમાં રહેવું પડ્યું હતું. તે સમયે એક દિવસ પાંડવો પાસે કૌરવ સૈનિક આવ્યાં અને તેમણે કહ્યું, અમારા યુવરાજ દુર્યોધનને ગંધર્વ રાજાએ કેદી બનાવી લીધા છે. કર્ણ મેદાન છોડીને ભાગી ગયો છે. તમે અમારી રક્ષા કરો.
ભીમ અને અર્જુને સૈનિકોની વાત સાંભળીને ખુશ થઇ ગયાં. તેમણે કહ્યું, દુર્યોધનના કારણે અમે વનવાસ ભોગવી રહ્યા છીએ, આજે તેને ગંધર્વ રાજાએ કેદી બનાવી લીધો.
યુધિષ્ઠિરે ભીમ-અર્જુનને આદેશ આપ્યો, તમે બંને જાવ અને દુર્યોધનની રક્ષા કરો, તેને કેદમાંથી મુક્ત કરાવો.
બંને ભાઇઓએ યુધિષ્ઠિરને કહ્યું, ભાઇ, આ કેવો આદેશ છે? દુર્યોધન આપણો દુશ્મન છે. તે આપણાં માટે હંમેશાં પરેશાનીઓ વધારે છે, આપણને મારવાનું ષડયંત્ર રચાવે છે, છતાંય તમે તેની મદદ કરવા માટે આદેશ આપી રહ્યા છો.
યુધિષ્ઠિરે કહ્યું, આપણે પાંચ ભાઈ છીએ અને તેઓ સો ભાઇ છે. આપણું કુંટુંબ એક જ છે. આપણાં પરિવારમાં મતભેદ છે, તે વાત ઠીક છે, પરંતુ જો આપણી દુશ્મની કોઇ બહારના લોકો સાથે હોય, તો આપણે 105 ભાઈ છીએ. એકબીજા સાથે લગાવ જ પરિવારનો ધર્મ છે એટલે આપણે દુર્યોધનની મદદ કરવી જોઇએ.
યુધિષ્ઠિરનો આદેશ મળ્યા પછી અર્જુન અને ભીમે ગંધર્વ સાથે યુદ્ધ કરીને દુર્યોધનને તેના કેદથી આઝાદ કરાવ્યો.
બોધપાઠ- બહારના લોકો સાથે મુલાકાત કરતી સમયે પરિવારની એકતા જાળવી રાખવી જોઇએ. પરિવારના લોકોમાં એકબીજા સાથે મતભેદ હોય, તો વાત કરીને તેને દૂર કરવો જોઇએ. પરંતુ બહારના લોકો માટે આખા પરિવારને એકસાથે રહેવુ જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.