• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Elders Should Go Ahead And Meet With Everyone, Shri Ram In Vanvaas, Ramayana Story

આજનો જીવનમંત્ર:વિદ્વાન લોકોએ જાતે આગળ આવીને બધા લોકો સાથે મુલાકાત કરવી જોઈએ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- શ્રરામ પોતાના વનગમનમાં હતાં. એક પછી એક ઋષિ-મુનિઓના આશ્રમમાં જઈ રહ્યા હતાં. એક ઋષિ, જેમને સુતીક્ષ્ણ નામથી ઓળખવામાં આવતાં હતાં. તેઓ અગસ્ત્ય મુનિના શિષ્ય પણ હતાં.

સુતીક્ષ્ણ મુનિએ સાંભળ્યું કે શ્રીરામ તેમના આશ્રમ તરફ જઈ રહ્યા છે. તેઓને રાહ હતી કે શ્રીરામ તેમના જીવનમાં ક્યારે આવશે. તેઓ રામને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. શ્રીરામ પ્રત્યે તેમના મનમાં ભક્તિ હતી.

સુતીક્ષ્ણ મુનિએ વિચાર્યું કે હું જાતે આગળ વધીને શ્રીરામને રસ્તામાં રોકી લઈશ, પ્રણામ કરીશ અને પોતાનો પરિચય આપીશ. સુતીક્ષ્ણને યાદ આવ્યું કે તેમણે એટલી ભક્તિ કરી નથી કે તેઓ એટલાં યોગ્ય નથી કે રામજીને સામેથી જઈને મળે. રામ ખૂબ જ મોટા વ્યક્તિ છે. શું તેઓ મને સ્વીકાર કરશે? આવા વિચાર સુતીક્ષ્ણના મનમાં ચાલી રહ્યા હતાં.

સુતીક્ષ્ણજી વિચારી રહ્યા હતા કે શ્રીરામને કેવી રીતે મળું? તેઓ આનંદમાં નાચી પણ રહ્યા હતાં. એક ઝાડ પાસે શ્રીરામજીએ મુનિને નાચતા જોયા ત્યારે તેઓ સમજી ગયા કે તેઓ મારા માટે આનંદથી ઝૂમી રહ્યા છે, પરંતુ સંકોચ પણ કરી રહ્યા છે કે મને કેવી રીતે મળે? ત્યારે રામજીએ વિચાર કર્યો કે હું જ તેમની પાસે જાવ છું.

જેવા શ્રીરામ સુતીક્ષ્ણ મુનિ સામે પહોંચ્યા ત્યારે સુતીક્ષ્ણ બેભાન થઈ ગયાં. શ્રીરામજીએ તેમને જગાડ્યાં. જ્યારે સુતીક્ષ્ણ ભાનમાં આવ્યા ત્યારે તેઓ રડવા લાગ્યા અને કહ્યું, તમે આટલાં મોટા વ્યક્તિ છો, તમે જાતે ચાલીને મારી પાસે આવ્યાં.

શ્રીરામજીએ કહ્યું, હે મુનિ, આ સંસારમાં કોઈ મોટું કે નાનું હોતું નથી. સ્થિતિઓ એવી હોઈ શકે છે કે કોઈને મોટાં પદ ઉપર લઈ જાય છે. હું તમારી પાસે એટલાં માટે આવ્યો છું કે હવે આ ભેદભાવ દૂર થવો જોઈએ.

બોધપાઠ- શ્રીરામજીનું આ આચરણ આપણને બોધપાઠ આપે છે કે જો આપણે પદ, ઉંમર કે ધનના મામલે મોટા છીએ તો આપણે આ વાતનો ઘમંડ કરવો જોઈએ નહીં. બધાની સાથે સન્માન સાથે રહેવું જોઈએ. મોટાભાગના મોટા પદ ઉપર રહેલાં લોકો એવું વિચારે છે કે લોકો તેમની પાસે આવશે, તેઓ કોઈ પાસે જશે નહીં, પરંતુ શ્રીરામજીએ બોધપાઠ આવ્યો કે આપણે કેટલાં પણ મોટા કેમ ન થઈ જઈએ, આગળ વધીને અન્ય લોકોને મળવું જોઈએ.