આજનો જીવનમંત્ર:અહંકારના કારણે વ્યક્તિ પોતાના પરિવારના સભ્યો અને વિદ્વાનોનું અપમાન કરે છે, તેમનાથી બચવું

17 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દુર્વાસા ઋષિ સ્વર્ગથી પાછા ફરી રહ્યા હતાં. તેઓ સતત ભ્રમણ કર્યા કરતાં હતાં. બધા જાણતા હતા કે તેમનો ગુસ્સો ખૂબ જ વધારે છે. જે લોકોને ખૂબ જ ગુસ્સો આવે છે, તેમનું નામ જ દુર્વાસા રાખી દેવામાં આવે છે. દુર્વાસા ઋષિ ગુસ્સામાં કોઈને પણ છોડતાં નહતાં.

દુર્વાસાના રસ્તામાં સામેથી દેવતાઓના રાજા દેવરાજ ઇન્દ્ર આવી રહ્યા હતાં. તેઓ એરાવત હાથી ઉપર બેઠા હતાં. બંને એકબીજાને જોવા લાગ્યાં. દુર્વાસાજી પાસે એક માળા હતી, જેને ભગવાને તેમને ભેટમાં આવી હતી. દુર્વાસાજીએ વિચાર્યું કે દેવરાજ ઇન્દ્ર ત્રિલોકપતિ છે, આ માળા મારા કામની નથી, આ હું તેમને આપી દઉ.

દુર્વાસા ઋષિએ તે માળા ઇન્દ્રને આપી દીધી. દેવરાજે માળા લઈ તો લીધી, પરંતુ તેઓ રાજા હતાં અને હાથી ઉપર બેઠા હતાં. એક રાજાની જેમ તેમાં પણ અહંકાર હતો. ઇન્દ્રએ વિચાર્યું કે આ માળાનું હું શું કરીશ. આવું વિચારીને ઇન્દ્રએ તે માળા પોતાના હાથી ઉપર ફેંકી દીધી. જ્યારે તેમણે એક સંત દ્વારા આપવામાં આવેલી માળાનું સન્માન કરવું જોઈતું હતું.

હાથી તો પશુ છે, તેણે પોતાની સૂંઢ ઉપર કરી, માળા લીધી અને પગ નીચે કચડી નાખી. દુર્વાસા આ જોઈને ગુસ્સે થઈ ગયા અને કહ્યું, ઇન્દ્ર હું તમને શ્રાપ આપું છું કે તમારું રાજ્ય છીનવાઈ જશે, તમારો વૈભવ પણ જશો અને તૂ શ્રીહીન થઈ જઈશ.

દુર્વાસાજીના શ્રાપના કારણે આવું જ થયું. દેવતાઓ ઉપર અસુરોએ આક્રમણ કરી દીધું, જેમાં દેવતાઓ પરાજિત થઈ ગયાં. તે પછી બધા દેવતા બ્રહ્માજી પાસે પહંચ્યાં. બ્રહ્માજીએ બધાને સમજાવ્યં કે આ બધું દુર્વાસાજીના અપમાનનું પરિણામ છે.

બોધપાઠ- આ કથાનો સંદેશ છે કે આપણે ક્યારેય આપણાં માતા-પિતા, સાધુ-સંત અને ગુરુજનો દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનું અપમાન કરવું જોઈએ નહીં. તેમની વસ્તુઓનું સન્માન કરો અને તેમની વાતોનું પણ માન રાખો. આપણે કોઈપણ પદ ઉપર હોઈએ, આ લોકોનું હંમેશાં સન્માન કરો. આપણો અહંકાર આપણાં નજીકના લોકોનું અપમાન કરાવે છે. આપણે નજીકના લોકો અને વિદ્વાનોનું અપમાન કરીએ છીએ, આપણાં જીવનમાં પરેશાનીઓ વધવા લાગે છે.