આજનો જીવનમંત્ર:ભક્તિ કરવાનો અર્થ એ નથી કે આપણાં જીવનમાં દુઃખ આવશે જ નહીં, દુઃખ આવવાના હશે તો તે આવશે જ

4 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું. ભીષ્મ પિતામહ પોતાના શિવિરમાં બાણની શૈય્યા ઉપર સૂતા હતાં. તેમના આખા શરીર ઉપર તીર હતાં. એવામાં શ્રીકૃષ્ણ પાંડવોને લઈને તેમની પાસે પહોંચ્યાં.

શ્રીકૃષ્ણ ઇચ્છતા હતાં કે ભીષ્મ પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપે. તે સમયે બધાએ જોયું કે ભીષ્મ પિતામહની આંખમાં આંસૂ હતાં. જે જોઈને પાંડવોને આશ્ચર્ય થયું અને તેમણે શ્રીકૃષ્ણને પૂછ્યું, તમે કહો છો કે આ ખૂબ જ મોટા તપસ્વી છે, અમે પણ જાણીએ છીએ કે આપણાં પિતામહ અદભૂત વ્યક્તિ છે, પરંતુ છેલ્લાં સમયે મૃત્યુનું ચિંતન કરીને રડી રહ્યા છે. જ્યારે તેમને ઇચ્છામૃત્યુનું વરદાન મળ્યું છે.

શ્રીકૃષ્ણ જાણતા હતા કે મૂળ વાત શું છે, છતાંય તેમણે કહ્યું, ચાલો ભીષ્મ પિતામહને પૂછીએ કે તમે મૃત્યુના ભયથી કેમ રડી રહ્યા છો.

જ્યારે શ્રીકૃષ્ણએ આ વાત પૂછી તો ભીષ્મએ કહ્યું, તમે તો મારા રડવાનું કારણ જાણો છો, પરંતુ હું પાંડવોને જણાવવા ઇચ્છું છું કે મારી આંખમાં આંસૂ મારા મૃત્યુના કારણે નથી, હું તો કૃષ્ણની લીલાને વિચારીને દ્રવિત થઈ ગયો છું અને મારી આંખ ભીની થઈ ગઈ છે. મારા મનમાં એ વિચાર આવી રહ્યો છે કે જે પાંડવોના રક્ષક શ્રીકૃષ્ણ છે, તે પાંડવોના જીવનમાં પણ એક પછી એક વિપત્તીઓ આવી ગઈ. ભગવાન હોવાનો અર્થ એ નથી કે ભક્તના જીવનમાં દુઃખ આવશે નહીં. દુઃખ તો આવશે, પરંતુ ભગવાનનો સાથ હશે, ભગવાન ઉપર વિશ્વાસ હશે તો તેઓ આપણને દુઃખ સામે લડવા માટે શક્તિઓ આપશે. બસ આ જ વિચારીને મારી આંખમાં પાણી આવી ગયું છે.

બોધપાઠ- આ પ્રસંગનો બોધપાઠ એ છે કે આપણે પૂજાપાઠ કરીએ છીએ તો આશા કરવી જોઈએ નહીં કે આપણાં જીવનમાં દુઃખ અને વિઘ્ન આવશે જ નહીં, દુઃખ અને વિઘ્ન તો આવશે, પરંતુ ભક્તિ કરવાથી જે સાહસ આપણને મળે છે, તેના કારણે આ બધી સમસ્યાઓ આપણે સરળતાથી ઉકેલી શકીએ છીએ.