આજનો જીવન મંત્ર:જો કોઇ ભોજન કરવા બોલાવે તો તેના વિચારો અને મંશા કેવી છે, આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાભારતમાં પાંડવોનો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂર્ણ થઇ ગયો હતો. તે પછી શ્રીકૃષ્ણ પાંડવોના દૂત બનીને હસ્તિનાપુર પહોંચ્યા અને દુર્યોધનને કહ્યું કે હવે પાંડવોને તેમનું રાજ્ય પાછું આપી દો. પરંતુ, દુર્યોધને કૃષ્ણની વાત માની નહીં.

કૃષ્ણએ દુર્યોધનને અનેક પ્રકારે સમજાવવાની કોશિશ કરી, પરંતુ દુર્યોધન પાંડવોને એક ગામ આપવા માટે પણ તૈયાર હતાં નહીં. ત્યારે શ્રીકૃષ્ણ દરબારથી જવા લાગ્યાં ત્યારે દુર્યોધને તેમને કહ્યું, તમે અમારે ત્યાંથી ભોજન કર્યા વિના કેવી રીતે જઇ શકો છો, હું તમને ભોજન માટે આમંત્રણ આપું છું

કૃષ્ણ બોલ્યા, મારો એ નિયમ છે કે હું કોઇને ત્યાં અને કોઇની સાથે ભોજન કરતી સમયે બે વાતનું ધ્યાન રાખું છું. પહેલી, મને ખૂબ જ ભૂખ લાગી હોય. બીજી, સામે રહેલો વ્યક્તિ મને ખૂબ જ પ્રેમથી ભોજન કરાવતો હોય. આ સમયે તમારી સાથે આ બંને વાતો નથી. પહેલી વાત, મને હાલ ભૂખ લાગી નથી. બીજી, તમે મારી યોગ્ય વાતને માની રહ્યા નથી. તમે મને ભોજન કરાવવાનું ઇચ્છો છો, પરંતુ મને તેમાં પ્રેમ જોવા મળી રહ્યો નથી. જેવો તમારો સ્વભાવ છે, તેમાં પણ કોઇ ષડયંત્ર હોઇ શકે છે.

તે પછી કૃષ્ણ વિદુરને ત્યાં ભોજન કરવા જતાં રહ્યાં.

બોધપાઠ- શ્રીકૃષ્ણએ બોધપાઠ આપ્યો કે આપણે જ્યારે પણ કોઇને ત્યાં ભોજન કરવા જઇએ છીએ ત્યારે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ભોજન કરાવનારના વિચાર કેવા છે, તેમની મંશા કેવી છે? કેમ કે, અનાજ આપણાં મન ઉપર અસર કરે છે. જો આપણે ખરાબ સ્વભાવના વ્યક્તિના હાથે ભોજન ખાઇશું તો તેના અવગુણ આપણી અંદર પ્રવેશ કરી જશે. કોઇ વ્યક્તિ ખરાબ ઇરાદા સાથે ભોજન કરાવે તો તેમને ત્યાં ભોજન કરવાથી બચવું જોઇએ.