તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઇ મોટો નિર્ણય લેવાનો હોય તો હ્રદય અને દિમાગનું સંતુલન જાળવી રાખો, ત્યારે જ બધાના સુખનું કામ થશે

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- વાત તે સમયની છે, જ્યારે દેવી સતીએ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પોતાનો જીવન ત્યાગી દીધો હતો અને શિવજી સમાધિમા બેઠા હતાં. તે સમયે તારકાસુકનો આતંક પણ હતો. બધા દેવતા ઇચ્છતા હતાં કે, શિવજી બીજા લગ્ન કરી લે, કેમ કે તેમનું બાળક જ તારકાસુરનો વધ કરી શકતું હતું.

દેવતા શિવજી સામે આ વાત કરવાનો સાહસ કરી શકતાં ન હતાં. ત્યારે દેવતાઓએ શ્રીરામને કહ્યું, તમે ભગવાનને અન્ય લગ્ન માટે મનાવી લો, જેથી તારકાસુકના આતંકનો અંત આવી શકે. શિવજી તમારી વાત જરૂર માનશે.

શ્રીરામજીએ શિવજીને કહ્યું, તમારે બીજા લગ્ન કરી લેવા જોઇએ. કેમ કે, તમારું બાળક જ તારકાસુરનો વધ કરી શકે છે. તેમાં જ સંપૂર્ણ સૃષ્ટિનું ભલું છે.

શિવજીએ કહ્યું, તમારી વાત શિરોધાર્ય છે.

શિરોધાર્ય એટલે તમારી વાત યોગ્ય છે. શ્રીરામજીએ કહ્યું, તમે મારી વાત માત્ર દિમાગમાં ન રાખો, તેને તમારા મનમાં પણ ઉતારો. પ્રિય વસ્તુને મનમાં જગ્યા આપવામાં આવે છે. દિમાગથી માનવામાં આવેલી વાતમાં સુખ અને આનંદ બંને મળી શકતાં નથી. જે વાતને મનમાં જગ્યા મળી જાય છે, તેનાથી સુખ-શાંતિ અને આનંદ જરૂર મળે છે.

શ્રીરામના સમજાવાથી શિવજી માની ગયા. તે પછી દેવી પાર્વતી સાથે તેમના લગ્ન થઇ ગયાં.

બોધપાઠ- કોઇ વાતની બે રીત હોય છે. પહેલી રીતે દિમાગથી અને બીજી રીતે મનથી જોવાની છે. આપણાં જીવનમાં જ્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિ બને તો આપણે હ્રદય અને દિમાગ બંને દ્વારા વિચારીને વચ્ચેનો રસ્તો શોધવો જોઇએ. જો માત્ર દિમાગની વાત માનશો તો ખૂબ જ વધારે પ્રક્ટિકલ થઇ જશો. પ્રેક્ટિકલ થવાના કારણે અન્યને તકલીફ થઇ શકે છે. હ્રદયથી નિર્ણય કરવાથી આપણા બધાની ભલાઈને ધ્યાનમાં રાખીને નિર્ણય લઇએ છીએ. જે લોકો બંને રીતે સંતુલન જાળવીને કામ કરે છે, તેઓ ખૂબ જ બુદ્ધિમાન કહેવાય છે.