વિચારઃ- એકલી સ્ત્રી અસુરક્ષિત કેમ છે? આ સવાલ હંમેશાં થાય છે. શું દોષ સમાજનો છે, શું ન્યાય વ્યવસ્થા ઢીલી છે અથવા અપરાધિઓ વિચારો દઢ છે? સ્ત્રીનો દેહ પુરૂષો માટે માત્ર આકર્ષણ જ નહીં, અધિકાર અને અપરાધનો વિષય પણ બનતો જઇ રહ્યો છે.
વાર્તા- સીતાજીએ જ્યારે પંચવટીમાં સોનાનું હરણ જોયું, ત્યારે તેઓ જાણતાં હતાં કે, તે અદભૂત છે અને જીવનમાં આ પહેલાં હરણનું આવું સ્વરૂપ તેમણે જોયું નથી. જોકે, તે હરણ હતું જ નહીં, રાવણના મામા મારિચ હતાં. જે રાવણના કહેવાથી વેશ બદલીને આવ્યાં હતાં.
સીતાજીએ પોતાના પતિ શ્રીરામને હરણ લઇને આવવા માટે જણાવ્યું. રામજીએ સીતાજીને એકવાર સમજાવ્યાં કે તમે મારા માટે અયોધ્યાથી બધું જ છોડીને આવ્યાં છો. તો પછી આ સોનાના હરણ પ્રત્યે તમારું આટલું આકર્ષણ કેમ છે? પરંતુ સીતાજી કોઇ તર્ક સાંભળવા માટે તૈયાર હતાં નહીં. સોનાના હરણનું આકર્ષણ જ એવું હતું. તેમણે શ્રીરામને કહ્યું કે, તમે કોઇપણ રીતે આ હરણ મારા માટે લઇ આવો.
રામ સમજી ગયાં કે, પોતાની પત્નીની આ જિદ્દને પૂર્ણ કરવી જ પડશે અને તેઓ હરણ લાવવા માટે જતાં રહ્યાં. લક્ષ્મણને તેમણે સીતાની રક્ષા માટે ત્યાં જ રોકી રાખ્યાં. એકબાજી તેમણે જ્યારે મારીચને તીર માર્યું ત્યારે મારીચે રામના અવાજમાં લક્ષ્મણને બોલાવ્યો. સીતાજીએ લક્ષ્મણ તેમના ભાઇ સંકટમાં છે તેમ જણાવી તેમને રામજીને શોધવા મોકલ્યાં.
ઇચ્છા ન હોવા છતાં પણ લક્ષ્મણ જતાં રહ્યા અને પાછળથી રાવણ ત્યાં આવી પહોંચ્યો. રાવણે સાધુનો વેશ બનાવ્યો હતો. સીતાને આગ્રહ કર્યો કે તમારે આશ્રમની સીમાથી બહાર આવવું પડશે અને સીતાજી બહાર આવ્યાં અને તેમનું હરણ થઇ ગયું.
અહીં સીતાએ તેમનું હરણ થયા બાદ જે સંવાદ કહ્યાં તે આ પ્રકારે હતાં, જો રાવણ તુ સાધુ વેશમાં આવ્યો ન હોત તો તું મારું હરણ કરી શકતો નહીં. હું સ્ત્રી થઇને પુરૂષના દરેક સ્વરૂપનું માન કરું છું. અને તું પુરૂષ થઇને સ્ત્રીનું સન્માન નથી કરતો.
બોધપાઠ- સ્ત્રીઓએ પોતાની સુરક્ષા માટે માત્ર બળની જરૂર નથી. છળથી પણ તેમણે સાવધાન રહેવું જોઇએ. સ્ત્રીઓ ઘરમાં હોય કે બહાર, વધારે સાવધાની રાખવી જોઇએ. આવી સાવધાની પુરૂષોએ પણ રાખવી પડતી, પરંતુ સ્ત્રી દેહની બનાવટ એવી છે, જો તેમાં સાવધાની રાખવામાં ન આવે તો રાવણ જેવા અપરાધીને અવસર મળી શકે છે.
આ પણ વાંચોઃ-
કર્ણવેધ સંસ્કાર:કાન વીંધાવાથી સાંભળવાની ક્ષમતા વધે છે અને બાળક તેજસ્વી બને છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.