યુધિષ્ઠિર આ વાતને લઇને દુઃખી હતા કે તેમણે જે યુદ્ધ જીત્યું છે, તે પોતાના જ લોકોને મારીને જીત્યું છે. યુધિષ્ઠિરને રાજા બનવાનું હતું, પરંતુ તેમનું મન ખૂબ જ વિચલિત હતું.
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવ્યું, તમે રાજા બનશો તો એ નક્કી છે કે રાજગાદી ઉપર બેસનાર વ્યક્તિને જીવનમાં દરેક ક્ષણ સંઘર્ષ કરવો પડે છે. જો તમે એવું વિચારશો કે રાજા બનીને સુખ મળશે તો એવું નથી. રાજતિલક એક મોટી જવાબદારી છે. જીવનમાં જે વિતી ગયું છે, તેનો સંઘર્ષ થશે અને વર્તમાન સાથે જ ભવિષ્ય માટે અનેક યોજનાઓ બનાવવી પડશે. રાજ ધર્મ નિભાવવો સરળ કામ નથી. એક કામ કરો, તમે પાંચેય ભાઈ અને દ્રૌપદી મારી સાથે તે શિવિરમાં ચાલો, જ્યાં ભીષ્મ પિતામહ બાણની શૈય્યા ઉપર સૂતેલાં છે.
થોડા દિવસો પછી સૂર્ય ઉત્તરાયણ થશે અને ભીષ્મ દેહ ત્યાર કરશે. તેમને ઇચ્છા મૃત્યુનું વરદાન મળ્યું છે. મારું નિવેદન છે કે તમે બધા ભાઈ ભીષ્મ પાસેથી રાજ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લો. ભીષ્મ જેવા લોકો દુનિયામાં ફરી આવતા નથી. ભીષ્મએ રાજ ધર્મના દરેક દૃષ્ટિકોણને જીવ્યા છે.
પાંડવોને લઇને શ્રીકૃષ્ણ ભીષ્મના શિવિરમાં પહોંચી ગયાં. ભીષ્મએ જોયું કે ભગવાન પાંડવોને લઇને આવ્યા છે તો ભીષ્મએ કહ્યું, હું તમને પ્રણામ પણ કરી શકતો નથી. મારા શરીરમાં એકપણ એવી જગ્યા નથી, જ્યાં તીર ન હોય, પરંતુ તમે આવ્યા છો તો આદેશ કરો.
શ્રીકૃષ્ણએ કહ્યું, હવે યુધિષ્ઠિર રાજા બનવાના છે તો તમે તેમને રાજ ધર્મનું જ્ઞાન આપો.
ભીષ્મએ યુધિષ્ઠિરને રાજ ધર્મનું જે જ્ઞાન આપ્યું, તેનું મહાભારતમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
બોધપાઠ- આ કિસ્સાથી આપણને બોધપાઠ મળે છે કે આપણને જ્યારે પણ કોઈ નવી જવાબદારી મળે છે, આપણાં જીવનમાં મોટું કામ થવાનું હોય છે ત્યારે આપણે ઘરના વડીલો પાસેથી તેમના અનુભવ, આશીર્વાદ અને માર્ગદર્શન લેવું જોઈએ. શ્રીકૃષ્ણ પાંડવોને ભીષ્મ પાસે એટલાં માટે લઈને ગયા હતા કે યુધિષ્ઠિર રાજ ધર્મ જાણી શકે. ભલે જ ઘરના વડીલ લોકો નિષ્ક્રિય હોય, પરંતુ તેમના શરીરમાંથી બહાર આવતા તરંગ, પોઝિટિવિટિ આપણાં માટે આશીર્વાદ જેમ હોય છે. વડીલોનું દરેક સ્થિતિમાં સન્માન કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.